ધરપકડ:મોરબીના કોર્ટ પરિસરમાં હથિયાર સાથે આવેલા ત્રણ શખ્સની ધરપકડ

મોરબી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારમાં આવેલા ત્રણેય શખ્સ પાસેથી તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા

મોરબીમાં બે જૂથ વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હોય દરમિયાન એક પક્ષની આજે કોર્ટમાં મુદત હોવાથી અહીં કોર્ટમાં રજૂ થવાના હોય અને અહીં ગંભીર ગુનો બને તેવી સંભાવનાને પગલે મોરબી એલસીબીએ અગાઉથી વોચ ગોઠવી હતી. દરમિયાન જીજે 6ઇ એચ 2349 નંબરની કારમાં ત્રણ શખ્સ આવી ચઢ્યા હતા કારની તલાસી લેતા તેમાંથી છરી જેવા તીક્ષ્ણ હથિયાર મળી આવ્યા હતા.

જે બાદ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા પોલીસે. ઝડપાયેલ શખ્સની પૂછપરછ કરતા પોતાના નામ ભરત કાળું ગોગરા, ઈરફાન કરીમ બ્લોચ અને અલ્તાફ અકબર ફકીર જણાવ્યું હતું. પોલીસે ત્રણેય શખ્સની અટકાયત કરી બી ડિવિઝન પોલીસ મથક હવાલે કર્યા હતા.આ અંગે બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ હથિયાર ધારા એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...