તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોરબીમાં સરકારી જમીનમાં દુકાન ખડકી ભાડે આપી દેનારની ધરપકડ

મોરબી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શખ્સે જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઇ હતી

મોરબીના એક શખ્સે સરકારી હસ્તકની ઘેટાં સંર્વઘન કેન્દ્રની જમીન પર દબાણ કરી પચાવી પાડી હતી અને સરકારી જમીન ઉપર ગેરકાયદે દુકાનો ખડકીને ભાડે આપી દીધી હતી. જે બાબત સામે આવતા આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ જિલ્લાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. મોરબીના ઘેટાં સર્વઘન કેન્દ્રમાં નોકરી કરતા નરેશભાઈ જીવાભાઈ કાસુન્દ્રાએ થોડા દિવસો પહેલા નવા લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા દાઉદ મહમદભાઈ પલેજા સામે ફરિયાદ નોંધાવી હતી.

આરોપી દાઉદ મહમદભાઈ પલેજાએ ગત તા.28 જુલાઈ 2020 ના રોજથી આજસુધીમાં લખધીરપુર રોડ ઉપર ત્રાજપર ગામે આવેલ પશુપાલન વિભાગ હસ્તકના ઘેટાં સંર્વઘન કેન્દ્રની સરકારી જમીનમાં ગેરકાયદે કબજો કરીને દબાણ કર્યું હતું. આરોપીએ આ સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરીને દુકાનો બનાવીને આ સરકારી જમીન પચાવી પાડી હતી. એટલું જ નહિ, પોતાને આર્થિક ફાયદા માટે આરોપીએ સરકારી જમીનમાં ગેરકાયદે બનાવેલી દુકાનો ભાડે આપી દીધી હતી. આથી આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુજરાત સરકારના જમીન પચાવી પાડવાના પ્રતિબંધ હેઠળ આરોપી સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો