ધરપકડ:માળિયા નજીક 20 ચોરાઉ બેટરી, 10 ઇન્વર્ટર સાથે 2ની ધરપકડ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.2.88 લાખની કિંમતની બેટરી, ઈન્વર્ટર સહિત 4.38 લાખનો મુદ્દામાલ જપ્ત

માળિયા હાઈવે પર આવેલ સીસીટીવી કેમેરાની બેટરી અને ઈન્વેટર ચોરી કરતી ગેંગને માળિયા પોલીસ ટીમે દબોચી લઈને બે આરોપીને ઝડપ્યા હતા જે આરોપીઓ પાસેથી પોલીસે ચોરી કરેલ રૂ.2.88 લાખની કિમતના બેટરી, ઈન્વેટર અને કાર સહીત 4.38 લાખનો મુદામાલ જપ્ત કરાયો છે. તેમજ બનાવ અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હરિપર ગામના પાટિયા પાસેથી પસાર થતી એક કારમાં વિદેશી દારૂની હેરાદરરી કરતા હોવાની બાતમી જેને લઈ પોલીસે શંકાસ્પદ લાગતા ગાડી રોકીને બે ઇસમોને અટકાવી કારમાં તલાશી લેતા 20 નંગ બેટરી અને 10 ઈન્વેટર મળી આવ્યા હોય જેથી કારમાં સવાર આરોપીઓ ઉપેન્દ્ર મુરજી સુથાર અને ઉમરદીન અવેશ જુએજાની પૂછપરછ કરતા બંને ઇસમોએ નેશનલ હાઈવે પર સીસીટીવી કેમેરામાં લાગેલ બેટરીઓ અને ઈન્વેટરોની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

અને સુરજબારી નેશનલ હાઈવે ટોલનાકાના મેનેજર પાસે ખરાઈ કરતા બેટરીઓ અને ઈન્વેટર ચોરી થયાનું જાણવા મળ્યું હતું જેથી માળિયા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂ.2.48 લાખની કિંમતની 20 બેટરી,40,000ની કિંમતના 10 નંગ ઈન્વેટર અને રૂ.1.50.લાખની કિંમતના આઈ 20 કાર મળીને કુલ રૂ 4,38,000નો મુદામાલ જપ્ત કરી હતી બનાવ અંગે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...