તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:હળવદના ચરડવા ગામની શાળામાં ચોરી કરનાર 2 શખ્સની ધરપકડ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસે ભંગાર વેચવાના બહાને રેકી કરી રાત્રે ચોરીની ઘટનાને અંજામ આપતા

હળવદના ચરડવા ગામની સ્કૂલ, હળવદ શહેરમાં મોબાઇલની દુકાનમાં એમ અલગ અલગ જગ્યાએ થયેલી ચોરીના મુદામાલ સાથે બે શખ્સ ફરતા હોય અને મુદામાલ વેચવાની ફિરાકમાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીએ વોચ ગોઠવી બે આરોપીને ઝડપી લીધા હતા.

હળવદના ચરાડવાની કે.ટી.મીલની સ્કૂલની ઓફીસના તાળા તોડી ટીવી સ્પીકર, મોનિટર તથા હળવદમાં દુકાન તોડી ટીવી તથા મોબાઇલની ચોરી કરનાર બે શખ્સ ચોરાઉ માલ વેચવાની ફિરાકમાં હોવાની બાતમી મળી હતી.

જેના આધારે ગગજી જીવરાજભાઈ કુંઢીયા અને મહેશ ઉર્ફે મુકેશ ધનજીભાઇ વાજેલીયાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. બાદમાં બંનેની પુછપરછ કરતા આરોપીઓએ તેમના સાથીદારો સાથે મળી ચરાડવા કે.ટી.મીલની સ્કૂલ તથા હળવદ ગીની ગેસ્ટ હાઉસ સામે આવેલા ફોનની દુકાન તોડી ફોન, ટીવી, મોનીટર, સ્પીકરની ચોરી કરી હોવાની કબુલાત આપતા બંને ઇસમો પાસેથી ટીવી, સ્પીકર કિં.રૂ.10,000 તથા 1.63 લાખના 19 મોબાઇલ સહિત કુલ 1,82,700ના મુદ્દામાલ કબ્જે કરી બન્ને ચોરીના ભેદ ઉકેલી કાર્યવાહી માટે આરોપીઓને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યા હતા અને ચોરીને અંજામ આપનાર બન્ને આરોપીએ મહેશ રાજુભાઇ ડઢાણીયા નામ જણાવતા શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...