મોરબી જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી મેડિકલ અને પેરામેડિકલ તેમજ કાયમી નર્સિંગ સહિતના સ્ટાફની જગ્યા લાંબા સમયથી ખાલી છે આ ઉપરાંત પીડિયાટ્રિકની પણ એક જગ્યા ખાલી છે આ ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ હોવા ઉપરાંત હવે મેડિકલ કોલેજ પણ મંજૂર થઈ હોવા છતાં સિવિલ સર્જનની જગ્યા 2008થી ઇન્ચાર્જથી ચાલે છે.
જે જગ્યા પણ કાયમી ભરાતી નથી આ બાબતે તાજેતરમાં દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલ બાદ રાજય સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા ગાયનેકોલોજિસ્ટ, જનરલ સર્જન વર્ગ 1 તેમજ રેડીયોલોજીસ્ટની જગ્યા ભરવામાં આવી છે. જોકે સિવિલ હોસ્પિટલમાં હજુ પણ પીડિયાટ્રિક, ડરમીટલોજીસ્ટ, એનેસ્થેટિક અને કાયમી સિવિલ સર્જન સહિતની જગ્યા ક્યારે ભરાશે તે પણ એક સવાલ છે.
મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ડો. મીરલ આદ્રોજા, સિવિલ સર્જન તરીકે ડો યશ પટેલ તેમજ રેડિયો લોજીસ્ટ તરીકે ડો.હર્ષિલ અઘેરાને મુકવામાં આવ્યા છે. મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં રેડીયોલોજિસ્ટની જગ્યા ભરાઈ જતા હવે સગર્ભા મહિલા તેમજ અન્ય ઓપરેશન માટે આવતા દર્દીઓને સોનોગ્રાફી માટે ખાનગી લેબોરેટરી જવાની જરૂર નહિ રહે અને ખાનગી લેબોરેટરીમાં થતી લૂંટથી રાહત મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.