તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજસ્થાનમાં યુવક પર હુમલાના વિરોધમાં કલેક્ટરને આવેદન, સરકારે ખોટો બળ પ્રયોગ કર્યાનો આક્ષેપ

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી ભાજપ અનુ.જાતિ પ્રમુખની રજૂઆત

રાજસ્થાનના ઝાલાવાડમાં વાલ્મિકી સમાજના યુવાનની ઘાતકી હત્યાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચો મોરબી જિલ્લા દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રાજસ્થાન સરકાર સમક્ષ તેમની રજૂઆત પહોંચાડવા અને યુવાનના હત્યારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ ખાતે અનુસૂચિત જાતિ પૈકી વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની બેરહેમીથી માર મારી હત્યા નિપજાવવાનો ઘૃણાસ્પદ બનાવ બન્યો છે.

ઉપરાંત, આ બનાવનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો ઉપર પણ લાઠીચાર્જ કરીને ત્યાંની કોંગ્રેસ સરકારે બળપ્રયોગ કર્યાના આક્ષેપ સાથે વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની હત્યાના બનાવના વિરોધમા આજે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો મોરબી જીલ્લા દ્વારા જિલ્લા મથકે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાંઆવ્યું હતું. અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ અરજણભાઇ મકવાણા, મહામંત્રી દીનેશભાઇ પરમાર, રવિભાઇ કે. ધુમલ, જિલ્લા ભાજપના મંત્રી રશીકભાઇ વોરા, જિલ્લા પંચાયતના ચેરમેન જેઠાભાઈ પારઘી, સદસ્ય અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયતના ચેરમેન ગોરધનભાઈ સોલંકી સહિત મોરચાના કાર્યકર ઉપસ્થિતરહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...