માંગણી:મોરબી જિલ્લાના તલાટી કમ મંત્રીઓનું પડતર પ્રશ્નો મુદ્દે આવેદન

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી બેઠકમાં દર સપ્તાહે વિરોધ પ્રદર્શનનું ઠરાવાયું

રાજ્યના તલાટી કમ મંત્રીઓ દ્વારા અગાઉના પડતર પ્રશ્નો અંગે ગત સાત તારીખના કારોબારી મળી હતી જેમાં દર અઠવાડિયે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જૂના પડતર પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સતત ત્રણ વર્ષથી રજૂઆતો કરવામાં આવે છે, આજે મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

જેમાં જણાવાયું હતું કે તલાટી-કમ-મંત્રી કેડરમાં સરકારમાં પડતર પ્રશ્નો બાબતે વારંવારની રજૂઆતો છતાં પણ કોઈ જ સુખદ ઉકેલ આવતો નથી તેથી સર્વાનુમતે વિરોધના તબક્કાવાર કાર્યક્રમો આપવામાં આવશે તલાટીઓના પ્રશ્નો અંગેની સૂચી આપવામાં આવી છે જે અંગેના પ્રશ્નોના નિરાકરણ માટે સરકારને હકારાત્મક ભલામણ કરવા અમારી માંગણી છે.

તલાટીઓ સરકારી વ્હોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થયા
આજે મોરબી જિલ્લાના 274 તલાટી કમ મંત્રીઓ જિલ્લાના અધિકારી કર્મચારી કે સરકારી કચેરીઓના જેટલા whatsapp ગ્રુપમાંથી સ્વેચ્છાએ લેફ્ટ થઈને વિરોધ પ્રગટ કર્યો હતો આગામી અઠવાડિયે આ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી લગાવીને ફરજ બજાવશે તેમજ ત્યાર બાદ ફરજ પર હાજર રહીને પેન ડાઉન કાર્યક્રમ દ્વારા પોતાનો વિરોધ પ્રદર્શન કરશે

અન્ય સમાચારો પણ છે...