• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Annual General Meeting Of 7 Co operatives Held In Morbi; 1 To 9 Teams Were Encouraged By Bike assistance For Good Performance

કામગીરી બદલ મળ્યું પ્રોત્સાહન:મોરબીમાં 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળી; 1થી 9 મંડળીને સારી કામગીરી માટે બાઈક-સહાય આપી પ્રોત્સાહિત કરાઈ

મોરબી21 દિવસ પહેલા

મોરબીમાં જીલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની આજે રવિવારે વાર્ષિક સાધારણ સભા માર્કેટિંગ યાર્ડ ખાતે મળી હતી. જેમાં આરડીસી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નાની શરૂઆત કરી હતી જે આજે વટવૃક્ષ સમાન બની ગયું - જયેશ રાદડિયા
​​​​​​​મોરબીની મયુર ડેરી સહિતની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં વાર્ષિક હિસાબો અને અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. વાર્ષિક સાધારણ સભામાં આરડીસી બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે વાર્ષિક સાધારણ સભામાં મંડળીને પ્રોત્સાહનરૂપે બાઈક અને સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. વાર્ષિક સભા સભાસદો અને ખેડૂતો માટે મહત્વની હોય છે, જેમાં સહકારી સંસ્થાઓએ પોતાના અહેવાલો રજુ કર્યા હતા. તો મોરબીના મહિલા સંચાલિત દૂધ સંઘના વખાણ કરતા જણાવ્યું હતું કે નાની શરૂઆત કરી હતી જે આજે વટવૃક્ષ સમાન બની ગયું છે.

મંડળીને સારી કામગીરી બદલ બાઈક અને સહાય આપી પ્રોત્સાહિત કરાઈ
જ્યારે મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં 1થી 9 સહકારી મંડળીને સારી કામગીરી બદલ બાઈક અને સહાય આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જે 9માંથી 5 સંસ્થા મોરબી તાલુકાની છે, જે મોરબી માટે ગૌરવની બાબત છે. મોરબી-માળિયા પંથકમાં સહકારી પ્રવૃતિઓ વેગવાન બને તે જરૂરી હોવાનું જણાવ્યું હતું તેમજ મહિલા સંચાલિત મયુર ડેરીની સુંદર કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...