વિવાદ:મોરબીમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરાતા વાલીઓમાં રોષ

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 169 શાળાને 3 દિવસ ચાલુ કરવા મંજૂરી આપી હતી
  • ખોટું અર્થઘટન થતાં ડીઇઓએ ફરીથી પરિપત્ર કર્યો

મોરબી જિલ્લા સહિત રાજ્યની તમામ શાળામાં 1 નવેમ્બરથી 21 નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. જો કે આ દરમિયાન રાજ્યમાં તા.10 થી 12 નવેમ્બર દરમિયાન નેશનલ અચિવમેન્ટ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ત્રણ દિવસ જિલ્લાની સરકારી અને ખાનગી શાળા મળી કુલ 169 શાળા ત્રણ દિવસ ચાલુ રાખી સર્વે કરવામા આવ્યો હતો. જો કે આ સર્વે બાદ પણ કેટલીક શાળાઓએ શિક્ષણ કાર્ય શરૂ કરી દીધું હતું. અને એવું પણ જાણવા મળ્યું હતું કે તેમાં પણ ધોરણ 3 અને 5 ના છાત્રોને પણ શિક્ષણ કાર્ય માટે બોલવવાનું શરૂ કરી દેવાયુ હતું.મોરબીમાં નાના બાળકોને શાળામાં બોલાવાતા હોવાની ફરિયાદ ઊઠી હતી.

જે બાદ ડીઈઓએ તાબડતોબ પરિપત્ર બહાર પાડ્યો હતો, અને તાત્કાલિક શાળામાં શિક્ષણ કાર્ય બંધ આદેશ કર્યો હતો અને 21 નવેમ્બર બાદ જ ફરી શિક્ષણ શરૂ કરવા સૂચના આપી હતી. જો કે હવે તો દીવાળીનું વેકેશન પણ પૂર્ણ થવા જ આવ્યું છે તેમ છતાં નિયમનો અનાદર તો ચલાવી જ ન શકાય. જેમાં તેમણે શાળા સંચાલકોને આદેશ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 1થી 21 નવેમ્બર સુધી દિવાળી વેકેશન સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું છે.

જો કે નેશનલ અચિવમેન્ટ સરવે માટે માત્ર 3 દિવસ પસંદ કરેલી 169 શાળા શરૂ કરવા અને 3,5,8,10 ધોરણના વિદ્યાર્થીઓને આવવાની સુચના હોવા છતાં તમામ છાત્રોને બોલવાયા હતા આ સિવાય અન્ય કેટલીક શાળાઓએ પણ શાળા શરૂ કરી હોવાની ફરિયાદ સામે આવી છે. જેથી તાત્કાલિક શિક્ષણ કાર્યવાહી બંધ કરવા સૂચના આપી છે.તેમ છતાં જો શાળા શરૂ રહેશે અથવા તો એવી માહિતી મળશે તો તેમના વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીઇઓએ અંતમાં ઉમેર્યું છે.

અન્ય સમાચારો પણ છે...