• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • An Ongoing Ceramic Factory In Morbi Diocese Suddenly Burst Into Sunlight; A Stampede Broke Out, Climbing Over The Sleeping Workers

વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ:મોરબી પંથકની ચાલુ સિરામિક ફેકટરીમાં અચાનક રોઝડું ઘુસ્યું; સુતેલા શ્રમિકો પર ચડી જતા નાસભાગ મચી

મોરબીએક મહિનો પહેલા

રખડતા ઢોરનો આતંક સમગ્ર ગુજરાતમાં યથાવત છે, ત્યારે મોરબી જિલ્લાની એક સિરામિક ફેક્ટરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અચાનક એક રોઝડું ફેક્ટરીની અંદર ઘૂસી ગયું હતું અને સૂતેલા શ્રમિકો પર પણ ચડી ગયું હતું.

શ્રમિકોએ દેકારો મચાવતા સુતેલા શ્રમિકો જાગી ગયા
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સિરામીક ફેક્ટરીની અંદર યાંત્રિક સાધનો ચાલુ હતા. જ્યાં શ્રમિકો કામ કરી રહ્યા હતા, જ્યારે કેટલાક શ્રમિકો એક તરફ આરામ કરી રહ્યા હતા. એ સમયે અચાનક એક રોઝડું ફેક્ટરીની અંદર ઘૂસી ગયું હતું અને સૂતેલા શ્રમિકો પર પણ ચડી ગયું હતું. પરંતુ આસપાસમાં કામ કરનાર શ્રમિકોએ દેકારો મચાવતા સુતેલા શ્રમિકો જાગી ગયા હતા.

વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
​​​​​​​
અચાનક આવી ચડેલા રોઝડાને નિહાળીને શ્રમિકોમાં પણ ડરનો માહોલ છવાયો હતો અને રોઝડું ફેક્ટરીની અંદર ફરી રહ્યું હતું. આ વીડિયો કઈ સિરામીક ફેક્ટરીનો છે તે જાણી શકાતું નથી. પરંતુ હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...