તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મોરબીના જસમતગઢમાં ઝેરી જનાવર કરડી જતા વૃદ્ધનું મોત

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીના જશમતગઢ ગામનાં એક વૃદ્ધને ઝેરી જીવજંતુ કરડતાં તેમનું મૃત્યુ થયું હતું. સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધનું પીએમ કરાયા બાદ મોરબી તાલુકા પોલીસે એડી નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી તાલુકાનાં જશમતગઢ ગામમાં રહેતા 65 વર્ષીય છગનભાઇ માવજીભાઇ મકવાણા તા. 26 જુલાઈના રોજ સવારના 8 વાગ્યાના અરસામાં પોતાના ઘરના ફળીયામાં બેઠા હતા. ત્યારે અજાણ્યું ઝેરી જીવજંતુ તેમને કરડી ગયું હતું. જેથી તેઓને પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું છે.બનાવ અંગે હોસ્પિટલ.સ્ટાફે. પીએમ કરી પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...