તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મોરબીમાં ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

મોરબી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મોરબીમાં ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

રાજ્યની સરકારની માલિકીની અથવા ખાનગી માલિકોની જમીનમાં ગેર કાયદે બાંધકામ કરી તેને પચાવી પાડતા તત્વો પર કડક કાર્યવાહી માટે લાગુ કરાયેલ લેન્ડ ગ્રેબિંગ એકટ રાજય સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યો હતો. અને આ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ મોરબી જિલ્લાનો પ્રથમ કેસ નોંધાયો છે .જેમાં ત્રાજપર ગ્રામ પંચાયત હસ્તકની ઘેટાં સંવર્ધન કેન્દ્રની સરકારી જમીન ઉપર એક ભમાફિયાએ દબાણ કરી તેના પર દુકાનો ખડકી દદીધી હતી.આ અંગે જે તે વિભાગ દ્વારા શખ્સ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વટહુકમ ૨૦૨૦ ની કલમ ૩, ૪(૧)(૩), ૫(ગ) મુજબ રાજકોટના ફરિયાદી એવા નરેશકુમાર જીવાભાઇ કાસુન્દ્રા (ઉ.વ.૫૮)એ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા દાઉદ મહમદ પલેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દાઉદ મહમદ પલેજાએ તા. ૨૮/૦૭/૨૦૨૦ ના પહેલા કોઇપણ સમયેથી આજદીન સુધીમાં લખધીરપુર રોડ ઉપર ત્રાજપર ગામના સર્વે નંબર ૨૮/૧ પૈકી ૨ ની પશુપાલન ખાતાની ઘેટા સંવર્ધન ફાર્મની સરકારી જમીનમા ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી દુકાનો બનાવી પોતાના આર્થિક લાભ માટે ભાડે આપી દેતા આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ મામલે મોરબી પોલીસે આરોપી દાઉદ પલેજા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો