તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ગ્રેબિંગ:ગૂંગણમાં સાંથણી પર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો

મોરબી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જમીન પર કબજો જમાવી ઉપરથી મારી નાખવાની ધમકી દીધી

મોરબીના ગુંગણ ગામની સીમમાં રાજય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના પરિવારને નિર્વાહ માટે સાંથણી પેટે જમીન ફાળવી હતી, જેમાં ગામના એક માથાભારે શખ્સે ગેરકાયદે કબ્જો જમાવી મૂળ માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 2017થી કબજો જમાવી બેઠેલા શખ્સ વિરુદ્ધ અંતે પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ તથા એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હાલ મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરી પાછળ રહેતા જગજીવનભાઇ લક્ષ્મણભાઇ જાદવ (ઉ.વ.૩૪)ને રાજય સરકાર દ્વારા જીવન નિર્વાહ માટે સાંથણી પેટે મોરબી તાલુકાના ગુંગણ ગામના સર્વે નં.૩૮૦ પૈકીની ૨૫ એકર ૧૪ ગુંઢાવાળી સાંથણીની જમીન ફાળવવામાં આવી હતી, જેના પર ગામના ધર્મેન્દ્રસિંહ મીઠુભા જાડેજાએ ૨૦૧૭થી અનઅધિકૃત રીતે કબ્જો કરી લીધો હતો અને તેનો વિરોધ કરતા આરોપીઓએ ફરિયાદી યુવકને માર મારવાની ધાક ધમકી આપી હતી. સાંથણીની જમીનમાં ગેરકાયદે કબ્જો જમાવતા શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક તથા એટ્રોસીટી એકટ હેઠળ આરોપી સામે ગુનો નોંધી ડીવાયએસપી એમ.આઇ.પઠાણએ વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરમાં પ્લોટ પર કબજો જમાવનાર સામે ગુનો
વાંકાનેરમાં હસનપરમાં ફરિયાદી રાકેશભાઇ બદ્રકીયાએ આરોપી સતાભાઇ ધારાભાઇ મુંધવા સામે ફરિયાદ નોંધાવી હતી કે, અમારી હસનપર ગામના સીમ રેવન્યુ સર્વે નંબર ૧૨૮/૧ પૈકીની જમીન પચાવી પાડવાના આશયથી કબ્જો કરી ગાયો બાંધી પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરતા આ જમીનમાંથી દબાણ દૂર કરવા આરોપીને કહેતા ગાળો બોલી થાય તે કરી લેવા કહી ધમકી આપી હતી. આ બનાવમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડીવાયએસપી આઇ.એમ.પઠાણ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો