ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજાઈ, જેમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને પડકારના સંદર્ભમાં તેમજ આવનાર વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી અને સંગઠનને મજબૂત બનાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તાલીમ શિબિરનું આયોજન કરવામાં અાવ્યું હતું અને તેમાં સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી રામકૃષ્ણ ઓઝા તેમજ ધારાસભ્ય.
લલિતભાઈ કગથરા મોહમ્મદ જાવેદ પીરઝાદા અને લોકસભા પ્રભારી હીરાભાઈ જોટવા મોરબી પ્રભારી અશોકભાઈ ડાંગર, દિનેશભાઈ પરમાર, જસવંત સિંહ ભટી અને તાલીમ ટ્રેનર વગરે ઉપસ્થિતિ રહી ચૂંટણીલક્ષી તાલીમ આપી અને સરકારની નિષ્ફળતા અને પ્રજાને પરેશાન કરતી મોંઘવારી, બેકારી અને પ્રાથમિક સુવિધાથી વિમુખ પ્રજા બીજેપી શાસનથી પરેશાન છે ત્યારે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા અને લોકોને સાથે રાખી આંદોલન કરવા અને પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માટે તમામ પ્રયત્ન કરવા જણાવાયું હતું. તાલીમ શિબિરમાં મોરબી જિલ્લામાંથી બહુ મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો, હોદેદારોએ હાજર રહી તાલીમ મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.