તંત્ર:મોરબી જિલ્લાની આંગણવાડીઓમાં પોષણક્ષમ વાનગી સ્પર્ધા યોજાઈ

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સગર્ભા તથા કિશોરીઓને પોષણ, આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા નવજાત શિશુથી 5 વર્ષના બાળકો, કિશોરીઓ તેમજ ગર્ભવતી મહિલાઓને સમતોલ આહાર મળી રહે જેથી દેશની ભવિષ્યની પેઢી આરોગ્ય પદ બને તે હેતુથી અલગ અલગ યોજનાઓ તેમજ જાગૃતિ કાર્યક્રમ ચલવામાં આવે છે. અને આજ આયોજનના ભાગેરુંપે સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવા સૂચના આપવામાં આવી હતી. અને આ સૂચનાના ભાગરૂપે રાજયભરની આંગણવાડીઓમાં પૂરતું પોષણ અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. ત્યારે મોરબીમાં પણ જિલ્લા પંચાયત હસ્તકની તમામ આંગણવાડીઓમાં જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ડીડીઓના આદેશથી જિલ્લા આઇસીડીએસ દ્વારા જિલ્લાની તમામ આંગણવાડીમાં પોષણ માસની ઉજવણી કરવામા આવી હતી.આ ઉજવણીમાં આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ નિમિતે ‘‘સહિ પોષણ દેશ રોશન’’ અંતર્ગત વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં સગર્ભા માતા તથા કિશોરીને પોષણ તથા આરોગ્ય વિષય ઉપર વિસ્તૃત રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન તેમજ બાળકને જન્મ આપ્યા પછી કેવા પ્રકારનો ખોરાક લેવો, 6 મહિનાનું બાળક થયા બાદ તેને ક્યાં ક્યાં ખોરાક આપવાની શુરુઆત કરવી ફળ,લીલા શાકભાજી કઠોળ માં રહેલા પોષક તતવો અંગે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...