• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • An Accident Occurred On The Bismar Bridge Near Spam Village In Morbi; A Middle aged Man Died On The Spot In The Incident

તંત્રના વાંકે પ્રજાનો ભોગ:મોરબીના ગાળા ગામ નજીક બિસ્માર પુલ પર અકસ્માત સર્જાયો; ઘટનામાં એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના ગાળા ગામ નજીકનો પુલ બિસ્માર હાલતમાં હતો. જે અંગે અનેક રજૂઆત છતાં નવો પુલ બનાવવાનું કામ ચાલુ થયું નથી અને બિસ્માર પુલ પર અકસ્માત સર્જાતા રહે છે. જેમાં ગત રાત્રીના બાઈકચાલક આધેડને અકસ્માત નડતા આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલો પુલ અતિ બિસ્માર હાલતમાં છે. જે બિસ્માર પુલ પરથી બાઈક લઈને પસાર થતાં આધેડને અકસ્માત નડ્યો હતો. ગત રાત્રીના અણીયારીથી બાઈક લઈને ગાળા ગામ તરફ જતા બાઈક ચાલકને પુલ પર ખાડાને કારણે અકસ્માત સર્જાયો હતો અને બાઈકચાલક બાઈક પરથી પડી જતા ઘટનાસ્થળે મોત થયું હતું. બનાવની જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, મૃતકનું નામ નીલેશ થોભણ હમીરપરા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ મામલે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

ગાળા ગામ નજીક આવેલ પુલ અતિ બિસ્માર હાલતમાં છે. જે અંગે અનેક વખત રજૂઆત કરી છે જે પુલ નવો બનાવવા મંજુરી મળી ચુકી છે. પરંતુ કામ ક્યારે ચાલુ કરાવશે તે મોટો પ્રશ્ન છે. પુલનું કામ નહીં થતાં છેલ્લા સમયમાં અનેક અકસ્માતો થઇ ચુક્યા છે. જેમાં અનેક લોકોને ઈજા પહોંચી છે તો નિર્દોષ માનવ જિંદગી હોમાઈ રહી છે. ત્યારે પુલનું કામ તાત્કાલિક શરુ થાય તેવી માગ ગ્રામજનોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...