મોતની છલાંગ:મોરબીના મયુર પુલ પરથી ઝંપલાવી 18 વર્ષની યુવતીનો આપઘાત, કારણ અકબંધ

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો
  • બનાવને પગલે પોલીસ ટીમો પણ ઘટનાસ્થળે દોડી ગઈ

મોરબી પંથકમાં આપઘાતના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઇ રહ્યો છે. યુવાધન આપઘાત જેવા અંતિમ પગલા ભરી લેતા હોય છે. જેમાં આજે બુધવારે મયુર પુલ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી હતી અને પુલ પરથી નીચે પડતુ મુક્યું હોવાતી યુવતીનું કરુણ મોત થયું છે.

યુવતીએ અગમ્ય કારણોસર છલાંગ લગાવી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મયુર પુલ પરથી એક યુવતી નીચે કુદી ગઈ હતી જે બનાવને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા અને નીચે પાણીમાં કુદી હોવાથી ફાયર ટીમને તુરંત જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર ટીમના તરવૈયાઓ દોડી ગયા હતા અને યુવતીની શોધખોળ ચલાવી હતી. જો કે યુવતીનો મૃતદેહ મળ્યો હતો. મૃતક રીયાબેન દિનેશભાઈ ટેકચંદાણી (ઉ.વ.18) હોવાનું જાણવા મળ્યું છે. યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. જો કે યુવતીએ કયા કારણોસર મોતની છલાંગ લગાવી તે સ્પષ્ટ થયું નથી. બનાવને પગલે પોલીસ ટીમો પણ દોડી ગઈ હતી અને યુવતીના આપઘાતના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...