• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Amrutia Said, We Will Close 'Ravanraj' And Bring 'Ramraj', Some Elements In BJP Are Taking Advantage Of Opportunism To Spoil Morbi's Design.

મોરબી ભાજપમાં વિખવાદ:અમૃતિયાએ કહ્યું, 'રાવણરાજ' બંધ કરી 'રામરાજ' લાવીશું, ભાજપમાં અમુક તત્ત્વો તકવાદનો લાભ લઈ મોરબીની ડિઝાઇન ખરાબ કરે છે

મોરબી2 મહિનો પહેલા

વિધાનસભા ચૂંટણીમાં 1લી ડિસેમ્બરે પ્રથમ ચરણના મતદાન આડે ગણતરીની કલાકો બાકી રહી છે. ત્યારે મોરબીમાં ગઈકાલે રાત્રે ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ લાગવાની સાથે કેટલાંક ચોપાનિયાં વહેતાં થયાં હતાં. જેને લઈ ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ પત્રકાર પરિષદ યોજી મતદારોને ભ્રમિત નહીં થવા અપીલ કરી હતી. અમૃતિયાએ કહ્યું કે, મોરબીમાં 'રાવણરાજ' બંધ કરાવી આવનારા દિવસોમાં 'રામરાજ' લાવવું છે. તેવું જણાવી ભાજપમાં જ રહેલા ભાજપ વિરોધીઓને તકવાદી ગણાવ્યા હતા.

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટે આગામી તા.1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન માટે પ્રચાર યુદ્ધ ચરમસીમાએ છે. તેવા સમયે જ ગઈકાલે મોરબીમાં ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ લાગવાની સાથે લોકોને ચોપાનિયા વિતરણ કરવામાં આવતા ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ વિરોધીઓને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, મોરબીમાં અમુક લોકો ખોટા સ્ટંટ અને દેખાવ કરી રહ્યા છે. ખોટાં ચોપાનિયાં છાપીને આ ગામની ડિઝાઇન ખરાબ કરે છે. એવાં અમુક તત્ત્વો ભાજપના મતદાનોને ભ્રમિત કરવા માગે છે. આ લોકો મરણિયો પ્રયાસ કરી રહ્યા છે કે અમારું અસ્તિત્વ નથી. આ ગામમાં 'રામરાજ' આવાનું છે અને 'રાવણરાજ' જવાનું છે. રાવણ હોય એ ખોટેખોટા બધા જ પ્રયાસો કરશે, પરંતુ હું મારા મતદારોને વિશ્વાસ આપું છું કે તેને જે કરવું હોય એ કરે પણ હું સાચો રહીને તમારી પડખે ઊભો રહીશ.

અમારામાં અમુક એવાં તત્ત્વો આવી ગયાં છે જેમને ખોટો રાજકીય લાભ લેવો હોય તેને કાનાભાઈ ના ગમે તે સ્વાભાવિક છે. મને તેની કઈ બીક નથી, મારી જોડે પ્રજા છે, કાર્યકર્તાઓ છે. પાર્ટીમાં કોઈ આવ્યા હોય અને પાર્ટીના નામે પોતાનું હલાવ્યું હોય તેવા માણસનો ટેકો મારે જોતો પણ નથી. સ્વાભાવિક છે કે તેઓ મારો વિરોધ કરે અને એટલે જ પ્રજા મારી જોડે છે. પ્રજાને પણ ખબર છે કે ભાજપમાં એક-બે તત્ત્વો આવી ગયાં છે અને આખા ગામની ડિઝાઈન ફેરવી છે. તેવા વ્યક્તિઓને ભાજપવાળા ના કહેવાય, તેઓ તકવાદી છે. આવીને લઈ લે અને ગામને બદનામ કરે. પરંતુ એનાથી કોઈ ફરક નહીં પડે, મોરબીની પ્રજા ભાજપને અને કાનભાઈને પસંદ કરે છે.

વધુમાં તેમણે ભાજપમાં જ રહેલાં કેટલાંક તત્ત્વો પાર્ટીને નુકસાન થાય તે માટે પ્રયત્નો કરી રહ્યાં હોવાનું જણાવી કટાક્ષમાં કહ્યું હતું કે, મોરબીમાં રાવણરાજ ખતમ કરી રામરાજ નિર્માણ કરવા લોકો મને જિતાડવાના છે. ત્યારે સ્વાભાવિક પણે જ વિરોધીઓના પેટમાં તેલ રેડાતું હોવાનું જણાવી આવા પ્રયાસ થઈ રહ્યા હોવાનું તેમને ઉમેરી મતદારોને ભ્રમિત નહીં થવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...