દસ્તાવેજ કામગીરી પર અસર:મોરબીમાં અશાંતધારાના જાહેરનામામાં 500 મીટરની ત્રિજ્યા અંગેની અસ્પષ્ટતા

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેવન્યૂ પ્રેક્ટિશનર્સનું કલેક્ટરને આવેદન

મોરબીના અલગ અલગ વિસ્તારમાં ગત મહિનામાં અશાંતધારો લાગુ થતા અશાંતધારા હેઠળના વિસ્તારો, આજુબાજુના 500 મીટરની ત્રિજયામાં દસ્તાવેજ ન થવાના હુકમને કારણે દસ્તાવેજની કામગીરી બંધ થતાં વકીલો રોષે ભરાયા છે અને આ બાબતે દસ્તાવેજની કામગીરી કરતા વકીલોએ વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદન આપી અશાંતધારા હેઠળના વિસ્તાર તેમજ સર્વે નંબર અને 500 મીટરની ત્રિજયામાં આવતા વિસ્તારોની સ્પષ્ટતા કરવા માંગ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા મોરબીમાં કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં અશાંતધારા હેઠળના વિસ્તાર, આજુબાજુના 500 મીટરની ત્રિજ્યામાં દસ્તાવેજ થઈ શકશે નહીં તેવા હુકમ કરાતા રેવન્યુ વકીલની મુશ્કેલી વધી ગઈ છે.

જાહેરનામાં બાદ દસ્તાવેજની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. 500 મીટરની ત્રિજ્યામાં કેટલો વિસ્તાર તેમજ સર્વ નંબર આવે એની કોઈ સ્પષ્ટતા કરી ન હોવાથી વિસંગતતા ઉભી થઇ છે. 500 મીટરની ત્રિજ્યામાં તો મોરબીનો મોટાભાગનો વિસ્તાર આવી જતો હોય દસ્તાવેજની કામગીરી ન થવાથી લોકોને, વકીલોને હાલાકી ભોગવવી પડે છે.

500 મીટર ત્રિજ્યામાં દસ્તાવેજ નહિ થઈ શકવાના હુકમથી દસ્તાવેજની કામગીરી મહદ્દ અંશે બંધ થઈ છે અને નામ માત્રની કામગીરી ચાલુ રહેતી હોય દસ્તાવેજ માટે હાલાકી ભોગવવી પડતી હોવાથી 500 મીટર ત્રિજ્યામાં કેટલો વિસ્તાર આવે છે, કેટલો સર્વે નબર આવે છે તેની સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. આ મુદે મોરબી રેવન્યુ બાર પ્રેક્ટિશનર એસો.ના નેજા હેઠળ રેવન્યુ વકીલોએ કલેકટરને આવેદન આપીને માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...