મોરબીની એલ.ઈ.કોલેજ ખાતે લેન્કો એલ્યુમિની એસો.ની નવી ટીમનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. કોલેજમાં દર વર્ષે વિવિધ વિદ્યા શાખાઓમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતાં વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરાઇ છે.ઉપરાંત કોલેજ કેમ્પસમાં આદર્શ લાયબ્રેરી બનાવવાનું આયોજન કર્યું છે.તેમજ ભુતપૂર્વ પ્રિન્સીપાલે કોલેજ અને વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આપેલી સેવાઓનું સન્માન કરતા પુસ્તકનું વિમોચન કર્યું હતું.
મોરબીમાં લખધીરજી એન્જિનિયરીંગ કોલેજ ખાતે કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન એલ્યુમિની એસો.ની નવી ટીમનો શપથગ્રહણ સમારંભ કોલેજના પ્રિન્સીપાલના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો.વિદાય લેતા પ્રમુખ લેન્કો જનકભાઈ પટેલ અને સેક્રેટરી લેન્કો બાબુભાઈ વાઘાણી દ્વારા નવી ટીમના પ્રમુખ તરીકે લેન્કો અમૃત મેનપરા,ઉપપ્રમુખ તરીકે લેન્કો હસમુખ ઉભડીયા,સેક્રેટરી તરીકે લેન્કો જયદેવ શાહ અને લેન્કો નારસંગ હુંબલની નિયુક્તિ કરવામાં આવી.હતી.
લેન્કો બાબુભાઈ વાઘાણી ગ્લોબલ કોર્ડીનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.જ્યારે લેન્કો એલ્યુમિની એસોસિયેશન મોરબી ચેપ્ટરના પ્રમુખ તરીકે લેન્કો પરેશ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ સંસ્થાની 1995માં સ્થાપના કરી હતી. સ્થાપક પ્રમુખ અને આ એસો.ના સ્વપ્ન દ્રષ્ટા એવા હરીશભાઈ રંગવાલા આ સંસ્થાના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે વિવિધ શાખામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતાં વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરેે છે.હાલ વિવિધ વિદ્યાશાખામાં કુલ 12 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.