મોરબીમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇએ છેતરપિંડી અંગેની ફરિયાદ કરવા માટે ગયેલા યુવક સાથે ગેરવર્તન કરી ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ મુદ્દે યુવકે જિલ્લા કલેક્ટર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય અપાવવાની માગણી કરી હતી.
મોરબી શહેરના આલાપ પાર્ક વિસ્તારમાં રહેતા અને શહેરમાં કોસ્મેટિક આઈટમનો વ્યવસાય કરતા વેપારી હિરેન મનસુખ પટેલે શનાળા રોડ પર આવેલા શોપિંગ મોલના મેનેજર દ્વારા રૂ. 17.35 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવવા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગયા હતા. જો કે પીઆઇ મયંક પંડ્યા દ્વારા હિરેનભાઈ સાથે ગેરવર્તન કરી ગાળો આપી હોવાના તેમજ ફરિયાદી સાથે ઉદ્ધતભર્યું વર્તન કર્યું હોવાના તેમજ સમાજના નામે ફરિયાદી યુવાનને હડધૂત કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા .
ગુરુવારે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો અને યુવાન રોષે ભરાયા હતા અને જિલ્લા કલેક્ટર ઓફિસે દોડી ગયા હતા અને ડેપ્યુટી કલેક્ટર એન કે મુછાર તેમજ એએસપી અતુલ કુમાર બંસલને આ મુદ્દે આવેદનપત્ર આપી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ મયંક પંડ્યા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.