• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • All The Work Of Morbi District Panchayat Will Be Done In The New Building, The Applicants Should Contact The New Place, Correspond

લોકાર્પણ:મોરબી જિલ્લા પંચાયતની તમામ કામગીરી નવી ઇમારતમાં થશે, અરજદારોએ નવા સ્થળે સંપર્ક, પત્ર વ્યવહાર કરવો

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના સો ઓરડી ખાતે બનેલા જિલ્લા પંચાયતનું નવા ભવનના ઇ લોકાર્પણ બાદ કાર્યરત થતા મહત્વની તમામ કચેરીને નવા બિલ્ડીંગમાં ખસેડી છે અને જરૂરી પત્ર વ્યવહાર ત્યાં જ કરવા અનુરોધ કર્યો છે.મોરબી જિલ્લા પંચાયત કચેરી ગિબ્સન મીડલ સ્કુલ, રેલ્વે સ્ટેશન સામે મોરબી ખાતે કાર્યરત હતી તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ થતાં તા.11 જૂનથી જિલ્લા પંચાયત કચેરીની નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમ, મહેસુલ, પંચાયત, વિકાસ, વહીવટ, રજિસ્ટ્રી શાખા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી, જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી

કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન, કાર્યપાલક ઇજનેર સિંચાઈ, નાયબ પશુપાલન નિયામકની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, પ્રોગ્રામ ઓફિસરની કચેરી (ICDS), જિલ્લા આંકડા અધિકારીની કચેરી, હિસાબી અધિકારીની કચેરી, આંતરિક અન્વેષણ અધિકારીની કચેરી, જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, નવા બિલ્ડિંગ ખાતે જિલ્લા પંચાયત ભવન, શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદનની બાજુમાં, મોરબી-૨ ઇમેલ એડ્રેસ ddo-morbi@gujarat.gov.in સરનામા પર લોકોની સેવા માટે કાર્યરત થઈ ગઇ છે જેથી આ સરનામે પત્ર વ્યવહાર કરવા જિલ્લા વિકાસ અધિકારીએ તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...