તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:મોરબીમાં ભૂસું ભરેલી કોથળીની આડમાં થતી’તી દારૂની હેરાફેરી, એકની ધરપકડ

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર, ફોન અને દારૂની 1020 બોટલ સાથે 5.37 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી જિલ્લા પોલીસની ટીમ ટીંબડીના પાટિયા પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક માલવાહક ગાડીમાં ભુસુ ભરેલી પ્લાસ્ટિકની કોથળીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આથી પોલીસે છાને ખુણે વોચ ગોઠવી હતી અને જેવી ગાડી ત્યાંથી પસાર થઇ કે તરત તેને રોકીને તલાશી લેતાં તેમાંથી 1020 બોટલ દારૂ નીકળી પડ્યો હતો અને સાથે એક શખ્સને ઝડપી લેવાયો હતો.પોલીસે 3.82 લાખનો દારૂ,કાર મળી કુલ રૂ.5.37 લાખનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જિલ્લા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હળવદ તરફથી ટીંબડી પાટીયા પાસે નાની માલવાહક ગાડી નંબર GJ-18-AV-6223 માં ભુસુ ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓની નીચે અંગ્રેજી દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરવામાં આવે છે.

બાતમી આધારે ટીંબડી પાટીયાથી આગળ આવેલ રામ કોમ્પલેક્ષ, ન્યુ પરમેશ્વર વે બ્રિજ પાસે રોડ પર વોચ ગોઠવી રેઇડ કરતા દોસ્ત મોડલની નાની માલ વાહક ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂ.3.82 લાખની કિંમતની નાની મોટી કુલ બોટલો નંગ-1020 મોબાઇલ ફોન નંગ- 1.50 લાખની કિંમતની માલવાહક ગાડી મળી કુલ 5.37 લાખનો મુદામાલ સાથે. રાજસ્થાનના ઝાલોર જિલ્લાના વિકાસ રીડમલરામ ગોદરા બિશ્નોઇને ઝડપી લીધો હતો. અને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...