• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • After The Bridge Collapsed, The Bodies Were Dragged Along The Opposite Bank With Ropes, See The Horrific Scenes After 6:30 P.m.

મોરબી દુર્ઘટનાનો વધુ એક હ્રદયદ્રાવક વીડિયો:પુલ તૂટ્યા બાદ સામા કાંઠે અફરાતફરી, દોરડાં બાંધી લાશો ખેંચી, જુઓ સાંજે 6:30 પછીનાં હૃદયદ્રાવક દૃશ્યો

એક મહિનો પહેલા

મોરબીમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા પુલનો વધુ એક હ્રદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. રવિવારની સાંજે સાડા છ વાગ્યાની આસપાસ જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે મચ્છુ નદીના સામા કાંઠે પણ અફરાતફરી મચી ગઈ હતી. ટિકિટબારી તરફના કિનારાની જેમ સામેનો કાંઠો સપાટ નથી. વળી 15થી 20 ફૂટ ઊંચી RCCની દીવાલ પણ બનેલી હતી. એટલે એમ્બ્યુલન્સ નદીના કિનારા સુધી પહોંચી શકે તેવી કોઈ સંભાવના ન હતી. બચાવકાર્યમાં જોડાયેલા લોકોએ દોરડાની મદદથી ઈજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢ્યા હતા. આ સમયે એમ્બ્યુલન્સ માટે રીતસરની ચીસો પડી હતી.

અન્ય સમાચારો પણ છે...