ચૂંટણી:મોરબીમાં ઉમેદવાર જાહેર થતાં ચૂંટણી ફોર્મ ભરવા લાઈનો લાગી

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાંતિ અમૃતિયાએ હારતોરા વિના જ ફોર્મ જમા કરાવ્યું

મોરબી માળિયા વિધાનસભા સીટ પર ભાજપે ફરી એકવાર પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પર વિશ્વાસ મૂકી આ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરતા કાન્તિલાલના સમર્થકો અને ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ સાતમાં આસામને પહોંચી ગયો હતો. તેમના નામની જાહેરાત થતાની સાથે કાંતિલાલ અમૃતિયાના સમર્થકોનો ઘરે શુભેચ્છા આપવા લાઈન લાગી હતી. હવે આ બેઠક પર ઉમેદવારી માટે 14 નવેમ્બર છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારો ફોર્મ ભરવા આવી રહ્યા છે ત્યારે આજે કાંતિલાલ અમૃતિયા પણ મોરબીના લાલબાગ ખાતે આવેલ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા.

કાંતિલાલ અમ્ર્તિયાના ફોર્મ ભરતી વખતે વર્તમાન ધારાસભ્ય અને રાજ્યમંત્રી મેરજા જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા,એપીએમસી વાઈસ ચેરમેન મગન વડાવિયા સહીતના જોડાયા હતાઅને તેમના ટેકેદારો અને સમર્થકો સાથે પ્રાંત અધિકારીને પોતાનું ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું. આ પૂર્વે તેઓએ તેમના નિવાસ સ્થાનથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો ઉત્સાહ ભેર જોડાયા હતા

​​​​​​​મોરબી માળિયા બેઠકમાં વિધાનસભા સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયા પણ તેના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા. તેમણે પરિવારના સભ્યો તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસંત ગોરિયા અને આમ આદમી પાર્ટીના અન્ય હોદ્દેદારો અને આગેવાન તેમજ કાર્યકરોની હાજરીમાં રિટર્નિંગ ઓફિસરને પોતાનું ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...