મોરબીમાં ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટની મોરબી ખાતેની બ્રાંચમા લોન ધારકોએ સિક્યુરિટી માટે આપેલી મશીનરીને ગાયબ કરીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બેન્કના ઇન્ચાર્જ પ્રતિક દિનેશ ગુજરાતીએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
લોન માટે અલગ અલગ અરજીઓ આપી
બનાવની મળતી વિગત મુજબ ફરિયાદી પ્રતિક ગુજરાતીએ આજથી ચાર મહીના પહેલા મોરબી કાલીકા પ્લોટ રવાપર રોડ પર આવેલી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટની મોરબી ખાતેની બ્રાંચમા ઇન્ચાર્જ તરીકે નોકરી કરતાં હતાં. તે સમયે તા.31/01/2020ના રોજ અંકલ સીરામીક પ્રાઇવેટ લીમીટેડ સર્વે નં-294/1 રંગપર ગામ જેતપર રોડ મોરબી ડાયરેક્ટર અને નિરવ રિતલાલ ભોરણીયા તથા ઓધવજી વેલજી ભોરણીયાએ મશીનરી લોન, ઇન્ડ્રસ્ટ્રીયલની લોન, કેશ ક્રેડીટ લોન માટે અલગ અલગ અરજીઓ આપી હતી.
ધીરાણ અંગે સિક્યુરીટી તરીકે લખી આપવા આવી હતી
જે અરજીઓ આધારે તેમની બેંક દ્વારા ત્રણેય લોન જેમા (1) ઇન્ડસ્ટ્રીયલ લોન રૂ.2,28,00,000 (2) કેશ ક્રેડીટ લોન રૂ.50,00,000 અને મશીનરી લોન રૂ.3,10,00,000 એમ ત્રણેય લોન મળી કુલ રૂ.5,88,00,000ની લોન તા.07/02/2020ના રોજ મંજુર કરવામા આવી હતી. આ લોનના જામીનદાર તરીકે અમરશી નાંજી અમૃતીયા, જગદીશ પ્રેમજી અમૃતીયા, રતિલાલ પ્રાગજી ભોરણીયા, જયંતિ પ્રાગજી ભોરણીયા, ભાવના જયંતીલાલ ભોરણીયા અને ધનશ્યામસિંહ લખુભા ઝાલા રહ્યાં હતાં. જે બાદ ગઇ તારીખ 31/07/2021ના રોજ બેંકની રાજકોટ હેડ ઑફિસના લોન અધિકારી જગદીશ ડોબરીયા, ધર્મેન્દ્ર પુજારા, રસીક જાગાણી દ્વારા બેંકની તરફેણમા જંગમ મિલ્કતો એટલે કે, મશીનરી જે ગીરો/હાઇપોથીકેશન તા.29/02/2020ના રોજ બેંક તરફે કરી આપવામાં આવી હતી. મશીનરી જંગમ મિલ્કતની તપાસણી કરતા મશીનરી લોન પેટે રૂ.3,10,00,000 વાળી લોનમા જે મશીનરી ઉપર ધીરાણ અંગે સિક્યુરીટી તરીકે લખી આપવા આવી હતી.
પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મશીનરી સ્થળ ઉપરથી બેંકને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર લોન લેનાર અંકલ સીરામીક પ્રાઇવેટ લીમીટેડ તેના ડાયરેક્ટર અને નિરવ ૨તિલાલ ભોરણીયા તથા ઓધવજી વેલજી ભોરણીયાએ ભેગા મળી સગેવગે કરી બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.