મોરબીમાં દવાનો અભાવ:વેક્સિન આપ્યા બાદ આરોગ્ય સ્ટાફે કહ્યું, પેરાસિટામોલનો સ્ટોક નથી, બહારથી લઇ લો !

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગોકુલનગર હેલ્થ સેન્ટરમાં જરૂરી દવા ન હોવાનો પાલિકાના પૂર્વ ચેરમેનનો આક્ષેપ
  • તાવ, કળતરના કેસ વધી રહ્યા છે ત્યારે જ દવાનો અભાવ

મોરબીમાં હાલ અલગ અલગ આરોગ્ય કેન્દ્ર તેમજ ફિલ્ડમાં કામ કરતા હેલ્થ વર્કર દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે. ડોઝ લીધા બાદ કેટલાક દર્દીઓમાં તાવ અને શરીરમાં દુખાવા, અશક્તિ થવાની શકયતા રહેતી હોય છે. આ સંભાવનાને ધ્યાને લઇ સિનિયર સિટીઝન, જરૂરિયાત હોય તેવા દર્દીઓને પેરાસિટામોલ દવા આપવામાં આવતી હોય છે.

મોરબીના ગોકુલનગર હેલ્થ સેન્ટરમાં વેક્સિન લીધા બાદ પેરાસિટામોલ આપવામા ન આવતી હોવાનો આક્ષેપ પાલિકાના પૂર્વ ચેરમેન કાનજીભાઈ નકુમે કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરતા આરોગ્ય કર્મીઓએ હેલ્થ સેન્ટરમાં દવાનો સ્ટોક ઉપલબ્ધ ન હોવાનું, સરકારને ફોન કરી દવાનો સ્ટોક આપે તેવી માગણી કરો તેવી સલાહ આપવામા આવી હોવાનું જણાવ્યું હતું.આમ, જિલ્લા આરોગ્ય તંત્ર પાસે વેક્સિનેશન બાદ પેરાસીટામોલ દવા ન આપતા હાલમાં મામલો ગરમાયો છે અને તાવ, કળતરના કેસ વધી રહ્યા છે તેવા સમયમાં ઉપયોગી દવાનો સ્ટોક શું ખરેખર ખાલી થઇ ગયો છે કે પછી દર્દીઓને હેરાન કરવા જવાબદાર અધિકારી આવું વર્તન કરી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

દવાનો સ્ટોક પૂરતો ઉપલબ્ધ છે
રસી આપનાર દરેક વ્યક્તિને પેરાસીટામોલ આપવી ફરજિયાત નથી.સમાન્ય રીતે સિનિયર સિટીઝન અને જેમને રસીના કારણે તાવ આવતો હોય તેમને જ આપવાની હોય છે. અને આરોગ્ય કેન્દ્રમાં દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. તેની કોઈ ઘટ નથી તેમજ હાલ દવા અંગે જેની ફરિયાદ આવી છે તેમણે અારોગ્ય કેન્દ્રમાં રસી લીધી નથી પણ ફિલ્ડમાં નાના બાળકોને મમતા દિવસ પર જ્યારે રસી આપવા સ્ટાફ જતો હોય તેમને આપી હતી જેથી તેમની પાસે દવા સાથે ન હોય તેવું બની શકે. - ડો. વિપુલ કારોલિયા, વેક્સિનેશન ઓફિસર

અન્ય સમાચારો પણ છે...