ખેડૂતોમાં સંતોષ:મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આગોતરી દિવાળી એક સપ્તાહમાં 7896 ક્વિન્ટલ કપાસની મબલક આવક

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસું અનુકૂળ રહેતાં અને કપાસનો ઉતારો સારો હોઇ, મણના રૂ.1550થી 1880 સુધીના ભાવ મળતાં ખેડૂતોને સંતોષ

મોરબી જિલ્‍લામા ચોમાસુ પાક તૈયાર થવા લાગતા હવે યાર્ડમાં તેના વેચાણ માટે આવવા લાગ્યા છે.મોરબી યાર્ડમાં ગયા સપ્તાહ દરમિયાન કુલ મળીને 7896 ક્વિન્ટલ કપાસની આવક થઇ હતી, અને હજુ પણ યાર્ડમાં કપાસની ચિક્કાર આવક ચાલુ છે. ખેડૂતોને પુરતા ભાવ મળી રહ્યા છે. ચાલુ સપ્તાહ દરમિયાન ખેડૂતોને મણદીઠ ૧૫૦૦થી 1880 સુધીનો ભાવ મળતા ખેડૂતોમાં સંતોષની લાગણી પ્રસરી ગઇ છે.દિવાળી નજીક આવતા ખેડૂતો પોતાની જાણસી વેચવા આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં આવક વધે તેવી સંભાવના સેવાઈ રહી છે. અને ખેડૂતોને દીવાળી સુધરી હોવાનો અહેસાસ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ચાલુ વર્ષે મોરબી માળિયા તાલુકામાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાના કારણે અનેક ગામડામાં કપાસ અને મગફળી પાકને નુકસાન થયું હતું. જોકે ટંકારા વિસ્તારમાં તેમજ મોરબી તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરીયાત મુજબ વરસાદ થવાથી આ ગામડામાં કપાસનો સારો એવો પાક ઉતર્યો હતો તો જે વિસ્તારમાં નુકસાની બાદ પણ જે પાક વધ્યો હતો, તે પાક વેચવા યાર્ડ તરફ આવવા લાગ્યા છે. મોરબી જિલ્‍લાના સૌથી મોટા યાર્ડમાં કપાસની ચિક્કાર આવક થવા લાગી છે. યાર્ડમાં ગત સોમવારથી શનિવાર સુધીમાં 7896 ક્વિન્ટલ કપાસની આવક થતાં વેપારી દ્વારા ખરીદી કરવામાં આવી હતી. ગત શનિવારે તો સીઝનની સૌથી વધુ 1563 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. ચાલુ વર્ષે ખેડૂતોને મણદીઠ 1550થી 1880 સુધી ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી. જો કે હજુ પણ કપાસની જંગી આવક ચાલુ રહેશે.

યાર્ડમાં સપ્તાહ દરમિયાન થયેલી આવક અને ભાવ

તારીખ આવક(ક્વિન્ટલ) ન્યૂનતમ ભાવ 20kg મહતમ 15 1563 1550 1772 14 1380 1625 1763 13 1335 1601 1793 12 1326 1650 1800 11 1255 1700 1880 10 1037 1700 1867

માળિયા પંથકને બાદ કરતાં મોરબી જિલ્લામાં કપાસની આવકનું ચિત્ર ઉજળું હોઇ, કિસાનોમાં રાજીપો છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...