તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:નવા-હયાત સિરામિક યુનિટમાં પૂરતો પુરવઠો અને લોડ વધારાશે

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી સિરામિક ઉદ્યોગમાં ભવિષ્યમાં વીજળી જરૂરિયાતને લઈ પ્લાનિંગ કરાશે
  • સિરામિક ઉદ્યોગકારોની રજૂઆત બાદ સાંસદ અને ઉર્જામંત્રીએ બેઠક યોજી

મોરબીના સીરામીક ક્લસ્ટર માટે અપૂરતી વીજળીનો વર્ષોથી સળગતો પ્રશ્ન છે. જેમાં વીજળી અપૂરતી મળવા તેમજ વારંવાર લાઈન ફોલ્ટથી સિરામિક ઉદ્યોગને કરોડોનું નુકશાન થાય છે. ત્યારે આ સંદર્ભેની સિરામિક એસોસિએશનની રજૂઆતને પગલે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને સાંસદ કુંડારિયાએ અધિકારીઓની મિટિંગ બોલાવી હયાત યુનિટો માટે લોડ વધારવા અને નવા યુનિટો માટે નવું નેટવર્કનું પ્લાનીંગ કરવાની સૂચના આપી હતી. આમ સિરમિક ઉદ્યોને પૂરતા વીજ સપ્લાય પૂરો પાડવા નક્કર પ્લાનિંગ ગોઠવાયું હોવાનું સાંસદે જણાવ્યું હતું.

મોરબીમાં નવી આવતી ઈન્ડસ્ટ્રીઝ અને હયાતમાં વીજ જોડાણમાં લોર્ડ વધારો કરતા તાત્કાલિક પાવર મળી રહે તે માટે વીજ માળખાનું પ્લાનીંગ કરવું જરૂરી હોવાના નિષ્કર્ષ પર આવ્યા હતા. કારણ કે મોરબીની અંદર સિરામિક અને અન્ય ઉદ્યોગોના ઘણા નવા યુનિટો આવી રહ્યો છે. તે માટે મંત્રી સૌરભભાઈ પટેલને સાંસદ તથા લોકોના પ્રતિનિધિ તરીકે રૂબરૂ લેખિત રજૂઆતો કરતા મંત્રીએ અધિકારીઓની તાત્કાલિક મીટીંગ બોલાવી હતી. મોરબીમાં નવા ઉદ્યોગોને તાત્કાલિક કનેકશન મળે તે માટે નવું નેટવર્કનું પ્લાનીંગ કરવા કામગીરી શરૂ કરાશે.

વધુમાં, જે નવા ઉદ્યોગો પ્લાનીંગમાં છે અને હયાત વીજ જોડાણમાં લોડ વધારો કરવા ઈચ્છે છે તેવા ઉદ્યોગોને એક વર્ષમાં જેઓને વીજળીની જરૂરત પડવાની છે, તેઓએ તાત્કાલિક સિરામિક એસો.ને ડિમાન્ડની જાણ કરવામાં આવે તો જેનું નવું પ્લાનીંગ કરવા જઈ રહ્યા છે. તો નેટવર્કની તે ઉદ્યોગોને સમાવેશમાં લઇ શકાય એટલા માટે નવા પ્લાનીગમાં સરળતા રહે તો આ અંગે તાત્કાલિક ઉદ્યોગકારોને અમલ કરવા તેઓએ અપીલ પણ કરી છે. તેમ સાંસદ મોહનભાઇ કુંડારિયાના જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...