ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો ચૂંટણી જીતવા એડિંચોટીનું જોર લગાવી રહી છે. દરેક પક્ષ મતદારોને રીઝવવા ઉમેદવારો પક્ષના સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે, ત્યારે ભાજપે પણ પોતાના દિગ્ગજ નેતાઓને ગુજરાતના રણ મેદાનમાં ઉતારી દીધા છે. જ્યા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક, કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, અનુરાગ ઠાકુર, નરેન્દ્રસિંહ તોમર, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.ન્ડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ જાહેરસભા સંબોધી ગુજરાતને ગુંજવી રહ્યાં છે. ત્યારે ગુજરાતની આ ચૂંટણીમાં ભાજપનો ડંકો વગાડવામાં ગુજરાતના આ સ્ટાર પ્રચારકો કેટલું યોગદાન આપશે તે જોવું રહ્યું.
મધ્યપ્રદેશની જનતામાં 'મામા'ના હુલામણા નામે ઓળખાતા શિવરાજસિંહે સભાને સંબોધતા ગુજરાતીમાં જણાવ્યું હતું કે, કેમ છો બધા મજામાં ત્યારે પ્રજાએ પણ મજામાંના સ્વરમાં પ્રત્યૂર આપ્યો હતો. એ સમયે તેમણે કહ્યું હતું કે, મોદીજીના રાજમાં બધા મજામાં જ હોય. નર્મદા ગુજરાત અને મધ્યપ્રદેશને જોડે છે. નર્મદા મધ્યપ્રદેશની જીવાદોરી છે. નર્મદાજી બરફમાંથી પીગળીને નથી નીકળતી. એ તો અમર કંટકના પહાડોમાંથી પરિશ્રમ કરીને નીકળે છે. આવી પાવન નદીને ગુજરાતમાં મોદીજી લઈને આવ્યા છે. અમે નર્મદાની બંનેબાજુ 10 કરોડ વૃક્ષ વાવ્યા છે. મેંતો મારા જન્મદિન નિમિતે વૃક્ષ વાવવાનો નિર્ણય પણ કર્યો છે અને કોઈ ભેટ આપે તો મધ્યપ્રદેશમાં અમે વૃક્ષ વાવવાનો નિર્ણય કરવાનો સંકલ્પ લાવવાનો કહીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે, અમે નક્કી કર્યું હતું કે, નરેન્દ્ર મોદી સાથે મળીને સરદાર સરોવર બનાવીશું, સરદાર સરોવરથી ગુજરાતને પાણી મળશે. તો, MPને ભરપુર વીજળી મળે છે. આવા નક્કર કામ ભાજપે કર્યા છે. બાકી મત માંગવાનો અધિકાર કોંગ્રેસને નથી. મોરબી સમગ્ર વિશ્વમાં છવાઈ ગયું છે. જે દીવાલમાં જોવો ત્યાં મોરબીની જ ઘડિયાળ દેખાય છે તેવું તેમણે કહ્યું હતું. દેશનું વિલીનીકરણ થતું હતું ત્યારે હૈદરાબાદના નવાબ, ભોપાલના નવાબ ના માન્યા. આ તો સરદાર પટેલના હતા એટલે અખંડ ભારત બન્યું હતું. નરેન્દ્ર મોદીએ દેશનું ગૌરવ વધાર્યું છે. 2014 પહેલા PM મોદી મૌની બાબા હતા, દુનિયામાં જ્યાં જાય ત્યાં ભારતની ઓળખ કરપ્શન, ક્રાઈમ અને કમીશનથી જ થતી હતી. ભારતને કોઈ સન્માન મળતું જ નહીં, 2014 બાદ નરેન્દ્ર મોદી PM બનતા સ્થિતિ બદલાઈ ગઈ, આજે દુનિયામાં ગમે ત્યાં જાઓ ભારતની ઓળખ ગૌરવશાળી, સંપન્ન અને શક્તિશાળી દેશ તરીકે જ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.