કડક કાર્યવાહીની સૂચના:વાવેતરના ખોટા દાખલા જેવી ગેરરીતિ માટે ખેડૂતો, મંડળી, તલાટી સામે પગલાં ભરાશે

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લામાં ચણાની ટેકાના ભાવની ખરીદીમાં ગેરરીતિ કરનાર સામે કડક કાર્યવાહી થશે

રાજય સરકાર દ્વારા નાના ખેડૂતોને તેના પાકના પૂરતા ભાવ મળે તે માટે દર વર્ષે અલગ અલગ મિનિમમ સપોર્ટ પ્રાઇઝથી ખેરીદી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.

જો કે કેટલાક લેભાગુ તત્વો નાના ખેડૂતોના હક્ક પર તરાપ મારી વાવેતરના ખોટા દાખલા મેળવી ગેરીરીતિ આચરી વાવેતર વગર ચણાની ખરીદીનો લાભ લેતા હોવાની કેટલાક જિલ્લામાં ફરિયાદ ઉઠતા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ સુચના આપી મોરબી જિલ્લામાં કોઈ ગેરીરીતિ સામે આવશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીની સૂચના આપી હતી. ચાલુ વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવની યોજના હેઠળ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે આ ખરીદીમાં તકનો ગેરલાભ લઇ કેટલાક તત્વો દ્વારા ગેરરીતિ આચરતા હોવાનું જણાતાં રાજ્ય સરકારે કડક ચેતવણી આપી છે.

ઉપરાંત વાવેતર અંગેના ખોટા દાખલા જેવી ગેરરીતિ ખુલશે તો ખેડૂતો, સહકારી મંડળી, તલાટી મંત્રી વગેરે સામે પગલા ભરાવામાં આવશે. ખેડૂતોને વાવેતર વગર વેચાણમાં ગેરલાભ ઉઠાવવાના પ્રયાસ બદલ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની તમામ યોજનાઓમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ કરવામાં આવશે તેમ જણાવીને મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ ઉમેર્યું, આ તમામ કિસ્સાઓમાં ટેકાના ભાવે ખરીદાયેલ ચણાના જથ્થાની કિમતનું ચુકવણું પણ કરવામાં આવશે નહી.

ઉપરાંત ખરીદી માટે ગુજકોમાસોલ દ્વારા નિયુક્ત થયેલ સહકારી મંડળીને આગામી બે વર્ષ માટે ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિબંધિત કરવામાં આવશે તથા સહકારી વિભાગની અન્ય યોજનાઓમાં લાભ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. ગામોમાં વાવેતરના ખોટા અપાયેલા દાખલાઓ માટે સંબંધિત તમામ તલાટી કમ મંત્રીઓ સામે પણ વહીવટી પગલાં ભરવામાં આવશે.

ખોટી રીતે લાભ ઉઠાવનારની ખેર નહીં
સરકારી યોજનાઓમાં ગેરરીતિ સબબ સરકાર ખૂબ જ ગંભીર છે અને કડકમાં કડક પગલાં ભરવા કટિબદ્ધ છે. પરિણામે સાચા ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે અને તકનો ગેરલાભ ઉઠાવનાર વ્યક્તિઓ સામે સરકાર દ્વારા લેવાયેલા કડક પગલાને લીધે ગેરલાભ અટકશે તેમ જિલ્લા ખેતીવાડી આધિકારી વિક્રમસિંહ ચૌહાણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...