મોરબી પોલીસની કડક કાર્યવાહી:નિયમભંગ કરનાર 69 વાહનચાલકો સામે કાર્યવાહી કરી વાહનો જપ્ત કર્યાં; 6 પોઈન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીના સિરામિક ઉદ્યોગને પગલે હાઈવે પર 24 કલાક ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે. જેથી ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે. જેને ધ્યાને લઈને શહેર અને તાલુકા પોલીસ ટીમે નિયમભંગ કરનાર તેમજ પુરપાટ વાહન ચલાવતા 69 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના PI વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસની ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ચામુંડા હોટલ સામે, રફાળેશ્વર ખોડીયાર માતાજીના મંદિર પાસે, રફાળેશ્વર બોસ સિરામીક સામે, લાલપર સંતકૃપા હોટલ પાસે, ટીંબડી પાટીયા પાસે અને પીપળી ગામથી ટીંબડી પાટીયા જવાના વળાંક ઉપર એમ કુલ 06 પોઇન્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરી રોંગ સાઇડમાં માણસોની જીંદગી જોખમાય તે રીતે પુરઝડપે અને બેફીકરાઇથી વાહન ચાલાવનારા કુલ-39 વાહન ચાલકો વિરૂદ્ધ આઈપીસી કલમ 279 હેઠળ તેમજ 13 વાહન ચાલકો વિરુદ્ધ એમવી એક્ટ કલમ 207 મુજબ કાર્યવાહી કરી હતી.

વિવિધ જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
મોરબી સીટી એ ડીવીઝન પોલીસની વિવિધ ટીમો બનાવી સ્ટેટ હાઈવે રોડ પર વાવડી ચોકડી, પંચાસર ચોકડી, દલવાડી સર્કલ, રાજપર ચોકડી અને વીસીફાટકથી મયુર બ્રીજ તરફ જતા રોડ પર રોંગ સાઈડમાં વાહન ચલાવતા, ઓવરસ્પીડ વાહન ચાલકો પર સઘન વાહન ચેકિંગ કરી માનવ જિંદગી જોખમાય તેમ વાહન ચલાવતા તેમજ ટ્રાફિકને નડતરરૂપ વાહનો પાર્ક કરતા 17 વાહન ચાલકો વિરુદ્ધ એમવી એક્ટ 207 મુજબ કાર્યવાહી કરી છે

અન્ય સમાચારો પણ છે...