મોરબી શહેર ઉપરાંત ટંકારા અને હળવદ પંથકમાં પરપ્રાંતીય શ્રમિકોની માહિતી નહીં આપનાર તેમજ મકાન ભાડે આપી ભાડુઆતની માહિતી નહીં આપનાર સામે પોલીસે લાલ આંખ કરી છે. સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વધુ 09 વિરુદ્ધ પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મકાન માલિક, કોન્ટ્રાકટરો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે લીલાપર રોડ પર પોતાના મકાનમાં પરપ્રાંતીય માણસોને ઓરડી ભાડેથી આપનાર વિમલ નાજાભાઈ ઝાપડા, બી ડીવીઝન પોલીસે માળિયા હાઈવે પર વસુંધરા હોટેલ ખાતે શ્રમિક રાખનાર ભાર્ગવ માવજીભાઈ જોષી, સર્કીટ હાઉસ પાસે સ્પાના સંચાલક વિપુલ રામઆશ્રય પાંડે, તાલુકા પોલીસે વનાળીયા ગામ પાસે રવિ મિલન સિમેન્ટ પાઈપ કારખાનામાં શ્રમિક રાખનાર મહેશ ડાયાભાઇ વાઘેલા, વનાળીયા ગામ પાસે આવેલા પટેલ સિમેન્ટ પાઈપમાં શ્રમિકો રાખનાર સોહન કેજુભાઈ બારૈયા અને લીલાપર રોડ પર યશ પોલીપેક કારખાનામાં શ્રમિકો રાખનાર ગૌરવ વીરેન્દ્રસિંહ ચૌહાણ વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો છે.
જ્યારે ટંકારા પોલીસે ખીજડીયા રોડ પર એકવા મલ્ટીપેક કારખાનામાં શ્રમિકો રાખનાર પ્રાગજી ડાયાભાઇ કાવર, ટંકારા લતીપર રોડ પર આવેલા ભંગારના ડેલે શ્રમિકો રાખનાર રામલાલ માંગીલાલ ગુર્જર અને હળવદ પોલીસે જીઆઈડીસીમાં શ્રમિકો કામે રાખનાર કાનજી ભુપતભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
જે મકાન માલિક, કોન્ટ્રાકટર, વેપારીઓએ પોતાને ત્યાં કામ કરનાર તેમજ ભાડુઆત વિશે નિયમો અનુસાર પોલીસને માહિતી નહીં આપી જાહેરનામાંનો ભંગ કર્યો હોય જેથી પોલીસે તમામ વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.