રાજ્યભરના શ્રમિકોની ઓનલાઇન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આ અંગે મોરબી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામાનો ભંગ કરી મજૂરની નોધણી ન કરનાર ફેક્ટરી ધારક અથવા કોન્ટ્રાકટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાના 16 કારખાનેદારો સામે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મોરબી વાકાનેર અને ટંકારામાં જાહેરનામા ભંગ અંગેની વધુ ફરિયાદો નોંધાઇ છે.
ટંકારા પોલીસ દ્વારા સૂર્યદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝ, લગધીરગઢ રોડના સંચાલક મહેશ કુંવરજીભાઇ દેસાઈ તેમજ કેસર પ્લાસ્ટિકમાં કામ કરતા મજૂરીની નોંધ નહિ કરવા બદલ લાલજી અજિતભાઈ મકવાણા નામના લેબર કોન્ટ્રાકટર તેમજ કાનાભાઈ નવીનભાઈ ભીલ વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા માટેલ રોડ ઉપર સ્પોલો સીરામીકના લેબર કોન્ટ્રાકટર અશોક નારણભાઇ લુમ્ભાણી, મોરબી બી ડિવિઝન પોલીસે શોભેશ્વર રોડ ઉપર હીરોઝ સિરામિક કારખાનામાં લેબર કોન્ટ્રાકટ ધરાવતા ભય્યુખાન હબીબખાન મસૂરી, દિનેશ હરજીવનભાઈ કારોલીયા વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે. માળીયા રોડ ઉપર આવેલ ઉમિયા પરોઠા હાઉસના વનેશભાઈ શિવાભાઈ પરેચા વિરુદ્ધ બહારના મજૂરોને કામે રાખી પોલીસને જાણ નહિ કરવા બદલ કાર્યવાહી કરી હતી.
સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરામા બહારના મજૂરોને ઓરડી ભાડે આપવા બદલ સિકંદર સુભાનભાઈ ભટ્ટી, નિતાબેન વિજયભાઈ સુરેલા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જ્યારે મોરબી તાલુકા પોલીસે બેલા રંગપરની સીમમાં ગોડવીન સીરામિકમાં બહારના મજૂરોને કામે રાખી નોંધ નહિ કરાવનાર જીતેન્દ્ર લાલજી હાડા તેમજ નગીનભાઈ નૂરભાઈ નિનામાં નામના કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
અખિલેશ સુરજદિન યાદવ વિરુદ્ધ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. હરિલાલ રામકુમાર બૈગા વિરુદ્ધ અને રફાળેશ્વર નજીક મયુર હીરાભાઈ ગમારા વિરુદ્ધ તેમજ લિજેન્ડ સીરામિકમાં રમેશ કનુભાઈ રાવળ નામના કોન્ટ્રાકટર સામે પણ જાહેરનામા ભંગ બદલ પોલીસે કાર્યવાહી કરી હતી. ઉપરાંત બાબુભાઇ અબાસણીયા વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.