તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો આદેશ:મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને 7 વર્ષની કેદ

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂપિયા પાંચ લાખ ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીમાં રહેતા આધેડે તેમના સાઢુભાઈને પુત્રને મેડિકલ અભ્યાસ માટે ઉછીના આપેલા રૂપિયા પાંચ લાખના બદલામાં ચેક આપવામાં આવ્યો હતો અને ચેક બેંકમાં ક્લિયરન્સ માટે મોકલતાં રિટર્ન થયો હતો જે બાદ ચુકવણી કરવા જણાવવા છતાં ચુકવણું ન થતાં અદાલતમાં ચેક રિટર્ન અંગેનો કેસ કરતા અદાલતે આરોપી પાટલા સાસુને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ, પાંચ લાખની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે.

રવાપર રોડ ઉપર રહેતા અને સીરામીક ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા નશરૂદીન રહીમભાઈ અવાડીયાએ સિંચાઈ વિભાગમાં નોકરી કરતા અને સુરેન્દ્રનગર ખાતે રહેતા સસરા પક્ષના રુકશાનાબેન શોકતઅલી પંજવાણીના પુત્રને મેડિકલ અભ્યાસ માટે રૂપિયા પાંચ લાખ હાથ ઉછીના આપ્યા હતા અને આ રકમ પરત કરવા માટે જરૂરી નોટરી લખાણ કરાવી ચેક મેળવ્યો હતો.

બાદમાં ચેક બેંકમાં રજૂ કરાતા નાણાકીય ભંડોળના અભાવે ચેક રિટર્ન થતા અદાલતમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો, જે કેસ ચાલી જતા આરોપી રુકશાનાબેન શોકતઅલી પંજવાણીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ, પાંચ લાખ 9 ટકા વ્યાજ સાથે ત્રણ મહિનામાં ચૂકવી આપવા હુકમ કરી વળતર ચુકવવામાં કસૂર કરે તો વધુ ત્રણ માસની કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો