કોર્ટનો નિર્ણય:પેપરમિલના 3 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાર્ષિક 9 % વ્યાજ સહિતની રકમ ચૂકવવા આદેશ

મોરબી તિર્થક પેપરમિલમાંથી સતીષભાઈ ભોરણીયાએ પોતાની પેકેજિંગ બનાવવાની ફેકટરીમાં કાચા માલની જરૂર હોવાથી ઉધારીથી કુલ રૂ. 24,83,342ના પેપર રોલ લીધા હતા. જેમાંથી ચુકવણી પેટે બાકી નિકળતી રકમમાં રૂ.3,00,000નો ચેક આપ્યો હતો અને ચેક આપતી વખતે શરત રાખી હતી કે આપેલ ચેક મુજબના નાણાં મળી જશે, જેથી ફરિયાદીએ ચેક સ્વીકાર્યો હતો, જે ચેક ફરીયાદીએ તેના ખાતાવાળી બેન્કમાં જમાં કરતા તા. 27 જૂન 2019ના રોજ વગર વસુલાતે ચેક રિટર્ન થયો હતો. જેથી ફરીયાદીએ તેઓના વકિલ મારફત નોટિસ આપી હતી, જે નોટીસ આરોપીને મળી હોવા છતાં આરોપીએ ચેકની રકમ ચુકવી નહી. જેથી ફરિયાદીએ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 હેઠળ ફરીયાદ દાખલ કરી હતી.

આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી કોર્ટમાં હાજર થયો હતો અને દસ્તાવેજી પુરાવાઓ તથા ફરિયાદીના વકિલની દલીલોને આધારે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટએ આરોપીને ડબલ રકમનો દંડ એટલે કે રૂ 6,00,000 નો દંડ તેમજ ફરિયાદીને ચેકની રકમ ફરિયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક 9 % વ્યાજ સહિત દેવાની સાથે એક વર્ષની સજા ફટકારી હતી અને દંડ ન ભરે તો આરોપીને વધુ 90 દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...