કોર્ટનો હુકમ:મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6.33 લાખની બમણી રકમ 9 % વ્યાજ સાથે આપવા કોર્ટનો હુકમ
  • રકમ ભરવામાં કસૂર થયેથી વધુ 90 દિવસની સાદી કેદ

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની કેદની સજા ફટકારાઇ છે. આ સાથે આરોપીને દંડ પેટે રૂ 6.33 લાખની બમણી રકમ 9 ટકા વ્યાજ સાથે ફરિયાદીને પરત આપવાનો આદેશ કોર્ટ દ્વારા કરાયો છે. મોરબી ચીફ કોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો હતો.

કંપની ગીતા જીનિંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ વતી તેના ભાગીદાર નગીનકુમાર વલ્લભદાસ ભોજાણીએ અમદાવાદના રત્નવીરભાઈ જીવરામભાઈ શુકલ વિરુદ્ધ ચેક રિટર્નનો કેસ કોર્ટમાં દાખલ કર્યો હતો. જેમાં રત્નવીરભાઈ વિરુધ્ધ મોરબી કોર્ટમાં રૂા. 6,33,251ના ચેક રિટર્નની ફોજદારી ફરિયાદ ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 અન્વયે દાખલ કરવામાં આવી હતી.

કેસ મોરબીના ચીફ જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ એ.એન.વોરાની કોર્ટમાં ચાલતો હતો, જેમાં નગીનકુમાર ભોજાણીના પક્ષે રજૂ થયેલા પુરાવાઓ તથા તેમના વકીલોની દલીલોને ધ્યાને લઈ આરોપી રત્નવીર શુકલને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની ડબલ રકમનો દંડ તથા દંડની રકમમાંથી નગીનકુમાર ભોજાણીને ચેકની રકમ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ફરિયાદની તારીખથી ચૂકવણી તારીખ સુધીના વાર્ષિક 9% વ્યાજ સહિતની રકમ ચૂકવી દંડની રકમ ભરવામાં કસૂર કર્યેથી વધુ 90 દિવસની સાદી કેદની સજા ફરાવવાનો હુકમ કર્યો છે

અન્ય સમાચારો પણ છે...