તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મોરબીમાં ત્રીજા માળેથી યુવકને ફેંકી હત્યા કરનાર આરોપી ઝબ્બે

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા હકીકત સામે આવી

મોરબીના શક્તિ ચેમ્બરની નીચેથી એક યુવાનની લાશ મળતા સીસીટીવી કેમેરામાં યુવાન ત્રીજા માળેથી પડતો દેખાતા પોલીસે આ બનાવની સઘન તપાસ કરતા આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યુ હતું. જેમાં મોરબીના શકિત ચેમ્બરના ત્રીજા માળેથી બે શખ્સોએ યુવાનને નીચે ફેંકીને હત્યા કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે હાલ એક આરોપીને ઝડપી લઈ બીજા આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠે હાઇવે નજીક આવેલા શક્તિ ચેમ્બર નીચેથી ગત રવિવારે સવારે રણજીત ભુપતભાઇ સોલંકી નામના યુવાનની લાશ મળી આવી હતી. તે સમયે પોલીસને તપાસમાં મૃતક યુવાન મૂળ સુરેન્દ્રનગરનો વતની રણજિતભાઈ ભુપતભાઇ સોલંકી હોવાનું સામે આવ્યું હતું.

આ ઘટનાની તપાસ કરતા પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ યુવાન શક્તિ ચેમ્બરના ત્રીજા માળેથી નીચે પડતો દેખાયા બાદ પોલીસે સઘન તપાસ ચલાવતા આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું. જેથી મૃતકના પિતા ભુપતભાઇ ટપુભાઇ સોલંકીએ આરોપીઓ જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાધેર, મુન્નો અલારખા પરમાર સામે હત્યાની મોરબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બન્ને શખ્સે યુવાનને શક્તિ ચેમ્બરના ત્રીજા માળેથી ફેંકીને હત્યા કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપી જાવેદ ઉર્ફે મયો રસુલભાઈ વાઘેરને ઝડપી લીધો હતો. તેમજ બીજા આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...