હુકમ:મોરબીમાં મહિલા પર હુમલો કરનાર આરોપીને 2 વર્ષની કેદ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 વર્ષ પહેલાના બનાવમાં ન્યાય મળ્યો
  • દુકાનદારે​​​​​​​ મહિલાનો પીછો કરી છરી મારી હતી

મોરબીમાં 18 વર્ષ પહેલાં મહિલા દુકાને કોઇ વસ્તુ લેવા ગઈ હતી તે દરમિયાન એક શખ્સે અહીં વસ્તુ લેવા ન આવવાનું કહી તેના પર હુમલો કર્યો હતો. આ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ કેસ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી ગયો હતો. મેજિસ્ટ્રેટે આ કેસમાં આરોપીનો ગુનેગાર ઠેરવ્યો હતો અને આરોપીને 2 વર્ષની કેદની સજા ફટકારી હતી. મળતી વિગત અનુસાર લક્ષ્મીબેન નામના મહિલા વર્ષ 2003માં પોતાના ઘરની બાજુમાં આવેલી દુકાને કોઇ વસ્તુ લેવા માટે ગયા હતા. ત્યારે આરોપી દિનેશ ઘોઘાભાઈ વરાણીયાએ દુકાને વસ્તુ લેવા માટે ન આવવાનું કહ્યું હતું. જેથી ફરિયાદી પોતાના ઘરે ચાલ્યા ગયેલ હતા.

બાદમાં આરોપીએ તેમની પાછળ આવી ઘર પાસે છરી વડે હુમલો કરી લક્ષ્મીબેન તથા તેમના બહેન ચંપાબેનને ઇજા પહોંચાડી હતી. આ કેસ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એન. સી. જાધવની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે 16 સાહેદો તથા 14 દસ્તાવેજી પુરાવાના આધારે તથા સરકારી વકીલ મનીષ એલ પંડ્યાની દલીલોના આધારે આરોપીને બે વર્ષની સજા કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...