વાંકાનેર ગાંજા પ્રકરણમાં વધુ એકની ધરપકડ:આરોપીને જામનગરથી દબોચી લેવાયો; પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી SOG ટીમે મહિલા આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધી હતી. જે મહિલા આરોપીની પૂછપરછમાં અન્ય એક આરોપીનું નામ ખુલ્યું હોય જે આરોપીને પોલીસે જામનગર ખાતેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મોરબી SOG ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એન.ડી.પી.એસ.નો ગુનો શોધી કાઢવામાં આવ્યો હતો. જેની તપાસ વાંકાનેર સીટી પોલીસને સોપવામાં આવી હતી. જે ગુનામાં મૂળ સુધી પહોંચવા માટે પોલીસ ટીમ કાર્યરત હોય જેથી ઝડપી લીધેલી મહિલા આરોપીની સઘન પૂછપરછ કરતા 3.5 કિલો ગાંજો બોદુ રહે જામનગર વાળાને વેચાણ આપવાનું જણાવ્યું હતું. જેથી વાંકાનેર સીટી પોલીસ ટીમે જામનગર ખાતેથી આરોપી બોદુ બબા ખફી (સુમરા) રહે જામનગર શંકર ટેકરી વાળાને ઝડપી લઈ આરોપી પાસેથી મોબાઈલ ફોન કબજે લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...