તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાય:મોરબીની સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપી જેલહવાલે

મોરબી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પિતાની ફરિયાદના પગલે પોલીસ હરકતમાં

મોરબી શહેરની એક વિસ્તારમાં રહેતી એક સગીરાને વિજય તેજા અગેચાણીયા નામના વ્યક્તિએ એક્ટિવા શીખવવાના બહાને લલચાવી ફોસલાવી લઈ ગયો હતો અને તેનું અપરહણ કરી માળિયા મી.રહેતા ડાડો મિયાણાના ઘરમાં સગીરા સાથે આરોપી વિજયએ દુષ્કર્મ આચર્યું હતું.

મોડી રાત્રે સગીરાને સારવાર અર્થે પ્રથમ મોરબી સિવિલ બાદમાં રાજકોટ ખસેડવા અને મેડિકલ રિપોર્ટ મેળવવા મોડી રાત્રીના જ કવાયત હાથ ધરાઈ હતી ઘંટનાની ગંભીરતાના આધારે મોરબી એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાથી આરોપીઓની શોધખોળ દરમિયાન બી ડિવિઝન પીઆઈ આઈ એમ કોંઢિયા સહિતની ટીમે દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી વિજય તેજા અગેચણિયા આરટીઓ નજીકની વિસ્તાર પાસેથી ધરપકડ કરી હતી બાદમાં તેની પૂછપરછ કરતા ડાડો હુશેન મોવર જાટેબ મિયાણાનું પણ લોકેશન મળી આવતા પોલીસે બન્નેની ધરપકડ કરી ગુનામાં વપરાયેલું બાઇક કબ્જે કરી બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...