જામીન ફગાવાયા:મોરબીમાં ફાયરિંગ, હત્યા કેસમાં 2 વર્ષથી જેલમાં કેદ આરોપીના જામીન ફગાવાયા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇમરાન ઉર્ફે ટાવરે પથરીનું ઓપરેશન કરાવવા 30 દિવસના જામીન માગ્યા હતા

મોરબીમાં 2020માં થયેલા ફાયરિંગ વિથ મર્ડર કેસમાં મોરબી જેલમાં બંધ ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબ ચાનિયાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. તેમના તરફથી વકીલ દ્વારા માગણી કરાઇ હતી આરોપી ઇમરાન ટાવરને પેટમાં દુખાવો રહેતો હોય અને ડોકટરી તપાસમાં તેને પેટમાં પથરી હોવાનું સામે આવ્યું છે જેથી ઓપરેશન કરાવવા, આરામ માટે 30 દિવસના જમીન આપવામાં આવે, તેમના વકીલે એવી પણ દલીલ કરી હતી કે તેના અસીલ સ્થાયી રહેવાસી હોય અને પરિવાર સાથે હોવાથી જામીન પર છૂટ્યા બાદ ક્યાંય ભાગી જશે નહીં.

સરકારી વકીલ દ્વારા એવી દલીલ કરાઇ હતી કે ઇમરાન ઉર્ફે ટાવર કે જેમણે ઓપરેશન માટે અરજી કરી છે તેની પ્રાથમિક સારવાર મોરબી, અમદાવાદ સિવિલમાં ચાલી રહી છે જેથી ખાનગી હોસ્પિટલમાં સારવારની જરૂર રહેતી નથી અગાઉ 15 દિવસના જામીન અપાયા હતા.

આરોપી વિરુદ્ધ હત્યા આર્મ્સ એક્ટ જેવો ગંભીર ગુનો હોય, આરોપી ચાલાક હોય, બહાના કાઢી જામીન મેળવવા પ્રયત્ન કરે છે આ કેસમાં સામ સામી ફરિયાદ હોવાથી આરોપી ભાગી જવાની, ટ્રાયલમાં વિલંબ થવાની સંભાવના છે. બન્ને પક્ષની દલીલના આધારે, જેલ, પોલીસ વિભાગ દ્વારા રજુ કરેલ દસ્તાવેજના આધારે સેશન્સ જજ પી. સી. જોષી દ્વારા જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...