આરોપી LCBના સકંજામાં:ટંકારા ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો; છેલ્લા સવા વર્ષથી નાસતો ફરતો હતો

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટંકારા પોલીસ મથકમાં દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડેલો રાજસ્થાની ઇસમ છેલ્લા સવા વર્ષથી નાસતો ફરતો હતો. જેને આજે મોરબી એલસીબી ટીમે અણીયારી ટોલનાકા પાસેથી ઝડપી લઈ આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ટંકારા પોલીસ મથકને સોપવા તજવીજ હાથ ધરી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે રાજ્યમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ટંકારા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં આરોપી અજીજ ઉર્ફે જીતું દીના ઉર્જાજી કઠાત, રહે અજમેર, રાજસ્થાન વાળો સવા વર્ષથી નાસતો ફરતો હતો. જે આરોપી હળવદ તરફથી અણીયારી ટોલનાકા પાસે ટ્રક લઈને આવતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે વોચ ગોઠવી હતી. આરોપી અજીજ કઠાત અણીયારી ટોલનાકા પાસેથી પસાર થતા ઝડપી લઈને ટંકારા પોલીસ મથકને સોપવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...