તપાસ:મોરબી આંગડિયા લૂંટ પ્રકરણમાં ઝડપાયેલા આરોપી જેલહવાલે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંગડિયા લૂંટના ફરાર ત્રણ આરોપીની શોધખોળ

મોરબીની આંગડિયા લૂંટમાં પોલીસે થોડા સમયમાં જ માસ્ટર માઈન્ડ સહિત છ આરોપીને ઝડપી લીધા બાદ આ તમામ આરોપીના રિમાન્ડ પુરા થતા જેલહવાલે કરવામાં આવ્યા છે. તેમજ પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, કપડા, હથિયાર કબ્જે કરી પુરવા નાશ કરવાેની કલમનો ઉમેરો કરી હજુ ફરાર 3 આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

મોરબીના દલવાડી સર્કલ નજીક ગત તા. 31 માર્ચે રાજકોટથી આવેલ આંગડિયા પેઢીના રૂપિયા 1.19 કરોડની ફિલ્મી સ્ટાઈલથી કરાયેલ દિલધડક લૂંટનો ભેદ મોરબી પોલીસે ઉકેલી નાખીને રાજકોટ સોમનાથ ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો જાવીદ અલ્લારખાભાઇ ચૌહાણની ટીપની આધારે લૂંટને અંજામ આપનાર તેના ભાઈ અને મુખ્ય સૂત્રધાર મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લારખાભાઇ ચૌહાણ, સવસીભાઇ હકાભાઇ ગરાંમડીયા અને સુરેશ મથુરભાઇ ગરાંભડીયા, લૂંટ કેસની ટીપ આપનાર અબ્દુલ કાદિર ઉર્ફે જાહિદ અલ્લારખાભાઈ અને ઈમરાન અલ્લારખાભાઇ ચૌહાણ અને પંકજ ઉર્ફે ડોંગો કેશાભાઇ ગરાભડીયાને ઝડપી લીધા બાદ આજે આરોપીઓના રિમાન્ડ પુરા થતા કોર્ટે જેલહવાલે કર્યા છે.

છ આરોપીમાંથી એકે મોબાઈલ તોડી નાખ્યો અને બીજા 5 આરોપીએ સીમકાર્ડ તોડી નાખતા છ વિરુદ્ધ પુરાવા નાશ કરવાની કલમ ઉમેરી છે અને કપડાં, છ મોબાઈલ, ગુપ્તિ કબ્જે કરી છે. આ લૂંટમાં હજુ પણ ત્રણ આરોપીઓમાં વનરાજ ઉર્ફે વનો ઉર્ફે રવિ જાદવભાઈ રંગપરા તેમજ કાળુભાઇ ખેંગારભાઈ મંદોરિયા અને તેનો ભાઈ દેવાયત ખેંગારભાઈ મંદોરિયાના સામેલ હોવાનું સામે આવ્યું છે. આ બન્ને ભાઈ લૂંટ વખતે ગિલોલ અને વનરાજ ગુપ્તિ લઈને આવ્યો હોવાનું ખુલ્યું છે. આ વનરાજ ચોરીમાં અગાઉ પકડાયો હોય રીઢો ગુનેગાર છે. આ ત્રણેય ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...