તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:માળિયા-હળવદ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

માળિયા-હળવદ હાઇવે રોડ પર ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બન્ને વાહનોને નુકશાની પહોંચી હતી. પણ સદનસીબે જાનહાની થઈ ન હતી. આ બનાવ અંગે એસટી બસના ચાલકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવની પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ સોમવારે માળિયા-હળવદ હાઇવે રોડ આસ્થા કંપનીના બોર્ડ નજીક આરોપીએ હવાલાવાળી ટ્રક નં G J-12. બી.ટી. 3858વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી એસ.ટી.બસ નં. GJ 18 Z 3183 વાળી સાથે ટક્કર મારતા એસ.ટી. બસમા નુકસાની કરી હતી. જો કે સદનસીબે બસમાં સવાર મુસાફરોને કોઈ ગંભીર ઇજા ન થતા રાહતનો શ્વાસ લીધો હતો. આ બનાવ અંગે એસટી બસના ડ્રાઇવર ભરતસિંહ સોમાભાઇ ડામોર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...