અફરાતફરી:ફેક્ટરીમાં AC ડ્રાઇવનું કમ્પ્રેસર ફાટતાં આગ, ત્રણ શ્રમિકને ઇજા

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઢુવા ગામ નજીક આવેલા સિરામિક યુનિટમાં બનાવ બન્યો
  • એક શ્રમિકને ​​​​​​​રાજકોટ રીફર કરાયો, મોરબીની ત્રણ 108 દોડી ગઇ

મોરબી વાંકાનેર હાઇવે પર ઢુંવા ગામ નજીક આવેલા સન હાર્ટ સિરામિકમાં રવિવારે મોડી રાત્રે રિપોરિંગ ચાલતું હતું તે દરમિયાન આકસ્મિક રીતે એસીના કમ્પ્રેસરમાં જોરદાર ધડાકો થયો હતો અને આગ લાગી ગઈ હતી. ઘટનામાં કામ કરતા ત્રણ મજૂરને ઇજા પહોંચી હતી. જે બાદ હાજર લોકોએ 108ને જાણ કરતા મોરબી 108ની અલગ અલગ 3 લોકેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

સિરામિક યુનિટમાં લાગેલી આગના પગલે એક મજૂરને ગંભીર ઇજા થતાં તેને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો. આ બનાવને પગલે થોડા સમય માટે અફરા તફરી સર્જાઈ હતી.હાલ ફેકટરી બંધ હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આગના આ બનાવને પગલે ફેકટરીમાં થોડીવાર માટે અફરાતફરી સર્જાઈ હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ ઢૂવા નજીક સનહાર્ટ સિરામિક ફેકટરીમાં રવિવારે મોડી રાત્રે રીપેરીંગ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન કોઈ કારણસરની એસીમા અચાનક કમ્પ્રેસર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ત્રણ કર્મચારીને ગંભીર ઈજા પહોંચી હતી. ફેકટરીમાં કામ કરતા એતેસામ હાજીભાઈ પટેલ, ઉંમર-22 સરફરાઝ નુરમામદ પટેલ, ઉંમર-22, જુનેદ મામદભાઈ ખોરજીયા, ઉંમર-42 ને ઈજા પહોંચતા તાત્કાલિક 108 ટીમને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને 108ના ઇએમટી કલ્પેશભાઈ પાઈલોટ ગૌતમભાઈ લાલબાગ લોકેશનના દિલીપભાઈ સોલંકી,અલ્પેસભાઈ રામ માર્કેટિંગ યાર્ડના ઇએમટી ઇકબાલભાઈ તેમજ પાઈલોટ જયેશભાઈ સહિતના ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે બોલાવીને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એક કર્મચારી ગંભીર રીતે દાઝી જતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે ફેકટરીમાં અફરાતફરી સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...