બિસ્માર રસ્તો:મોરબીના જેતપર અણિયારી રોડ પર ડામરની જ ગેરહાજરી, સતત ઊડતી ધૂળથી વાહનચાલકોમાં ફેફસાંની બીમારી થવાની સંભાવના

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી જેતપર રોડ વર્ષોથી માથાના દુખાવા સમાન બની ગયો છે. જો કે તેનીસાથે સાથે હવે અણીયારીથી જેતપર સુધીનો રસ્તો પણ બિસ્માર જ બની ગયો છે. આ રસ્તો એટલી હદે ખરાબ બની ગયો છે કે સ્થાનિક લોકોની સાથે ત્યાંથી પસાર થતા ટ્રક અને અન્ય વાહન ચાલકોને પણ માથાનો દુખાવો વધી ગયો છે. અણીયારથી જેતપુર સુધીના રસ્તામાં ડામર તો ક્યાંય ગોત્યો જડે એમ નથી.એટલું જ નહીં ખાડા-ખબડા પણ એટલા ભયાનક છે કે વારંવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે. આ રસ્તે વાહન ચલાવવું તો કઠિન છે જ પરંતુ ચાલીને પણ જઈ શકાય એમ નથી.

આ રસ્તે મુસાફરી કર્યા બાદ કમરનો દુખાવો અચૂક પણે થઈ જાય એવું છે.ત્યારે આ બિસ્માર રસ્તો તંત્ર તાત્કાલિક રીપેર કરાવે તેવી લોકોની માંગ છે.ચોમાસા પહેલા પણ આ રસ્તો અતિ ભયાનક હતો.જે ચોમાસા બાદ થિગડાં મારી રીપેર કરાયો પરંતુ છેલ્લા ઘણા સમયથી ફરી આ રસ્તો ઉબડખાબડ બન્યો છે.અને લોકોને આ રસ્તે ચાલવું ખૂબ મુશ્કેલ ભર્યુ બન્યું છે.ત્યારે તંત્ર વહેલામાં વહેલી તકે આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરી રીપેરીંગ કામ કરાવે તેવી લોકોની પ્રબળ માંગ છે.

અન્ય સમાચારો પણ છે...