મોરબીનાં સનાળા રોડ પર આવેલા સમય ગેટ પાસે બજરંગ સેલ્સ નામની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. જેમાં તસ્કરો તાળા તોડી પાન, મસાલા, સોપારી, સિગારેટ, શેમ્પુ જેવી અનેક નાની મોટી ચીજ વસ્તુઓ મળી 1.54 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ બનાવમાં જે તે સમયે પોલીસે 4 શખ્સને ઝડપી લીધા હતા, અને ચોરાયેલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે આ બનાવમાં એક આરોપી ફરાર હતો, જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આ શખ્સ રવાપર ઘુનડા રોડ વિસ્તારમાં હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, દરમિયાન આરોપી બાતમી વાળી જગ્યાએ આવતા તેને ઝડપી લીધો હતો.
જેની પૂછપરછ કરતાં પોતાનું નામ સુરેશ ઉર્ફે કેકડો અશોકભાઈ ગાવડિયા અને જેતપુરના જાગૃતિ સોસાયટીમાં રહેતો હોવાનું અને બજરંગ સેલ્સ એજન્સીમા ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
આ ઉપરાતં કુવાડવા પોલીસ મથક જેતપુર પોલીસ મથકમાં ભાવનગર જિલ્લામાં આવેલ નિલમબાગ પોલીસ મથકમાં ભરૂચમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસની ઝપટમાં આવી ગયો હતો તો સાણંદમાં ચોરીના ગુનામાં હજુ ફરાર હોવાનું બહાર આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.