ફરાર આરોપીની ધરપકડ:રાજકોટ મધ્યસ્થ જેલમાંથી જામીન પરથી ફરાર થયેલ આરોપી મોરબીથી ઝડપાયો

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ચારેક માસથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલો આરોપી મોરબીના લીલાપર રોડ પરથી ઝડપાયો છે. મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીને ઝડપી લઈને મધ્યસ્થ જેલ રાજકોટને સોપવા તજવીજ હાથ ધરી છે.

જામીન પર મુક્ત થયા બાદ પરત જ ન આવ્યો
મોરબી પેરોલ ફર્લો સ્કવોડ વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરારી આરોપીને પકડી પાડવા પેટ્રોલીગમાં હોય દરમિયાન રાજકોટ રેલ્વે પોલીસ મથકના કાચા કામનો આરોપી અનીલ વનુભાઈ માલણીયાત (ઉ.વ.૨૫) રહે હાલ મોરબી લીલાપર રોડ ચાર માળિયા ક્વાર્ટર મૂળ શાપર (જેતપર) તા. મોરબી વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામના આરોપી તરીકે હોય જેને જેલ ખાતેથી જાત જામીન પર તા. 19- 01- 2022 થી તા. 20-03-2022 સુધી મુક્ત કરવામાં આવેલ જે કાચા કામના આરોપીને તા. 21 માર્ચ 2022 ના રોજ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હતું. પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયો ના હતો અને ફરાર થયો હતો. જે આરોપી મોરબીના લીલાપર રોડ પર ચાર માળિયા ક્વાર્ટર ખાતે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીને ઝડપી લીધો હતો અને કોવિડ રીપોર્ટ કરી મધ્યસ્થ જેલ રાજકોટને સોપવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...