મોરબીમાં AAPનો જનસંવાદ:AAPના નેતાઓએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા; 400થી વધુ લોકો પાર્ટીમાં જોડાયા

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ રામધન આશ્રમ ખાતે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં 400થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા. જન સંવાદ કાર્યક્રમમાં આપ નેતાઓએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.

સરકાર પર વિવિધ આક્ષેપો કરવામાં આવ્યાં
મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત જનસંવાદ કાર્યક્રમમાં યુવા નેતા પંકજ રાણસરીયા દ્વારા સ્વાગત પ્રવર્ચન કરવા ઉપરાંત ભાજપ અને કોંગ્રેસની હલકી રાજનીતિ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. સ્ટેટ ટ્રેડના ઉપપ્રમુખ ગીરીશ પેથાપરાએ લોકોને જનજાગૃતિ માટે પહેલ કરવા અપીલ કરી હતી. જન સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત આપના નેતાઓ કૈલાસદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તાજેતરમાં થયેલ લઠ્ઠાકાંડ મામલે ભાજપ સરકારને આડેહાથ લીધી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ નેતાઓની ઝાટકણી કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...